તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તીવ્ર બફારો:મહતમ તાપમાન 37.5 ડિગ્રી, ગરમીથી લોકો અકળાઇ ઉઠ્યા

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાદળછાયા વાતાવરણથી તીવ્ર બફારો

જામનગરમાં મહતમ તાપમાન 37.5 ડિગ્રી રહેતા ગરમીથી લોકો અકળાઇ ઉઠયા છે. વાદળછાયા વાતાવરણના કારણે તીવ્ર બફારાનો લોકો અનુભવ કરી રહ્યા છે. ભેજ અને પવનથી સવારે ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જામનગરમાં ઉનાળાએ અસલ મિજાજ દેખાડતા મહતમ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચતા તીવ્ર ગરમીથી લોકો ત્રસ્ત બન્યા હતાં. પરંતુ બે દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે મહતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે મહતમ તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું હતું. જેમાં રવિવારે નજીવો ઘટાડો થતાં મહતમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે ગરમીનું પ્રમાણ યથાવત રહેતા લોકો અકળાઇ ઉઠયા હતાં. સવારથી વાદળછાયા વાતાવરણના કારણે બફારાથી લોકોની મુશ્કેલી બેવડાઇ હતી.

છેલ્લાં પૂરા થતાં 24 કલાક દરમ્યાન મહતમ તાપમાન 37.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74 ટકા અને પવનની ગતિ 11 થી 15 કીમી પ્રતિ કલાક રહી હતી.

અન્ય સમાચારો પણ છે...