તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:જામનગરમાં મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઉંચકાયુ,પારો 39 ડિગ્રી

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંગ દઝાડતા તાપ સાથે અસહ્ય બફારાથી જનજીવન અકળાયું

જામનગરમાં શુક્રવારે મહતમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી વધીને 39 ડિગ્રીએ પહોચી જતા અંગ દઝાડતા તાપનો અહેસાસ લોકોએ કર્યો હતો. તાપ સાથે ઉકળાટ અને બફારાથી શહેરીજનો અકળાયા હતા.બીજી બાજુ પવનનો મુકામ યથાવત રહેતા બપોરે રાહદારીઓ અને વાહનચાલકોએ લૂ વર્ષા અનુભવી હતી. જામનગરમાં અંતિમ ચરણમાં પગરવ કરતા ઉનાળાએ શુક્રવારે ફરી આક્રમક મિજાજ દર્શાવયો હતો.શહેરમાં મહતમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી વધીને 39 ડિગ્રીએ સ્થિર થયો હતો.જેના પગલે બપોરે બાર વાગ્યા બાદ સુર્યનારાયણે આકરો મિજાજ દર્શાવ્યો હતો.

જેથી આકરા તાપનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો.તિવ્ર તાપ સાથે ભેજનુ પ્રમાણ ઉંચુ રહેતા અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા.ચારેક વાગ્યા સુધી ધોમધખતા તાપના કારણે જનજીવન પ્રભાવિત થયુ હતુ. શહેરમાં સુર્યપ્રકોપ સાથે ઝંઝાવાતી પવનનો મુકામ રહેતા બપોરે લૂ વર્ષાનો અહેસાસ રાહદારીઓ અને વાહનચાલકોએ કર્યો હતો.ત્રણ દિવસની રાહત બાદ શુક્રવારે ફરી આકરા તાપથી જનજીવન ત્રસ્ત બન્યુ હતુ.શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ આકરી ગરમીનુ મોજુ ફરી વળ્યુ હતુ.શહેરમાં પવનના કારણે બપોર બાદ લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...