તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:જામનગરમાં મહતમ તાપમાન 1 ડિગ્રી વધ્યું, ગરમી યથાવત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેજનું પ્રમાણ વધતા બફારાથી લોકો ત્રસ્ત

જામનગરમાં મહતમ તાપમાન 1 ડિગ્રી વધતા ગરમીનું જોર યથાવત રહ્યું છે. ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત બન્યા છે. ચોમાસાનો પ્રારંભ વચ્ચે શહેરીજનો વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે.

ચાલુ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થતાં જામનગર શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ વરસાદની સરખામણીએ સરેરાશ 8.49 ટકા વરસાદ વરસ્યો છે. પરંતુ બે-ત્રણ દિવસ મેઘકૃપા બાદ વરસાદે વિરામ લેતા પુન: મહતમ તાપમાન 35 ડિગ્રીથી વધતા ગરમીના કારણે શહેરીજનો આકુળ વ્યાકુળ થઇ ગયા છે. શનિવારે મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. જેમાં છેલ્લાં 24 કલાકમાં 1 ડિગ્રીનો વધારો થતાં રવિવારે મહતમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચતા ગરમી વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં.

ભેજનું પ્રમાણ પણ 2 ટકા વધતા અસહ્ય બફારાથી લોકો અકળાઇ ઉઠયા છે. ખાસ કરીને બપોરના સમયે અસહ્ય તાપ અને લૂ-વર્ષાથી લોકો ઘરમાં પૂરાઇ રહેતા શહેરના માર્ગો સૂમસામ જોવા મળ્યા હતાં. ગરમી અને બફારાથી ત્રસ્ત શહેરીજનો ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા છે. જોકે, ખેડૂતોએ પ્રથમ વરસાદે જ વાવણી શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...