તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:મહતમ તાપમાન દોઢ ડિગ્રી ગગડયું, પારો 34.5 ડિગ્રી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લઘુતમ પારો પણ ત્રણ ડિગ્રી ઘટ્યો

જામનગરમાં સપ્તાહ સુધી ગરમીના પ્રકોપમાં વધારા બાદ બુધવારે ફરી પારો આંશિક ગગડયો હતો અને તાપમાન 34.5 ડિગ્રી રહયુ હતું. આકરા તાપથી જનજીવને આંશિક રાહત અનુભવી હતી. દોઢેક સપ્તાહ બાદ લઘુતમ તાપમાન પણ ઘટીને 20 ડિગ્રી રહયુ હતુ.

જામનગરમાં ઉનાળાના આગમન પુર્વે સુર્યનારાયણે આકરો મિજાજ દર્શાવતા એકાદ સપ્તાહ સુધી મહતમ તાપમાનમાં ક્રમશ વધારો થતા તાપનો પ્રકોપ રહયો હતો.લગભગ ત્રણેક દિવસ સુધી પારો 36 ડીગ્રીને આંબી ગયો હતો જેથી બપોરે બાર વાગ્યા બાદ તાપ સાથે ગરમીનો પણ શહેરીજનોએ અહેસાસ કર્યો હતો. જામનગરમાં બુધવારે મહતમ તાપમાનનો પારો દોઢ ડીગ્રી ઘટયો હતો જેથી અંગ દઝાડતા તાપથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી.જોકે,મધ્યાહન બાદ ગરમીનુ જોર મહદઅંશે જળવાયુ હતુ.

બીજી બાજુ લઘુતમ તાપમાન પણ ત્રણ ડીગ્રી ઘટયુ હતુ અને પારો 20 ડિગ્રીએ પહોચી ગયો હતો જેથી મધરાતથી વહેલી સવાર સુધી ફરી વાતાવરણમાં ટાઢક છવાઇ હતી.જોકે,સુર્યોદય સાથે ટાઢક પણ ગાયબ થઇ હતી.જામનગરમાં ઉનાળાના આગમન પુર્વે બુધવારે આકરા તાપથી જનજીવને થોડી રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો