જામનગર સહિત ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં લગ્ન કરવાના બહાને લોકો પાસેથી લાખોની છેંતરપિડી કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર અને છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લોસ્કોર્ડે મહેસાણા ખાતેથી પકડી પાડી સીટી-સી પોલીસના હવાલે કર્યો છે.
મહેસાણાના કડીમાં રહેતા હરેશ ઉર્ફે કુરેશી અહેમદભાઇ ઉર્ફે બાબભાઇ ઇમામભાઇ નામનો શખસ લગ્નની લાલચ આપી લોકો પાસેથી લાખોની રૂપિયાની છેંતરપિડી કરતો હતો, આવી જ રીતે વર્ષ 2015માં જામનગરના યુવકને લગ્નની લાલચ આપી રૂા. 1.70 લાખની છેતરપિડી કરી હતી. આવી જ રીતે ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં પણ છેતરપિડી કરી હતી.
હરીશ ઉર્ફે કુરેશી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોય અને છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો હતો. જેને બાતમીના આધારે મહેસાણા પાસેના લાખવડ ગામેથી પકડી પાડી તેને સીટી-સી પોલીસના હવાલે આગળની કાર્યવાહી માટે સોંપી આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.