ધરપકડ:ફૂલેકું ફેરવનાર શખસ મહિલાઓના હાથે ઝડપાયો

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ વ્યાજની લાલચ આપી રોકાણના નામે ધુંબો માર્યો હતો

જામનગરમાં લાખોનું ફૂલેકું ફેરવનાર શખસને મહિલાઓએ પકડી પાડયો હતો. વધુ વ્યાજની લાલચ આપી રોકાણના નામે મહિલાઓને શીશામાં ઉતારી હતી. છેતરપીંડી કરી આ શખસ ભાગી છૂટયો હતો. મહિલાઓએ પકડી પાડી પોલીસને સોંપ્યો હતો.

જામનગરના નાગના વિસ્તારમાં થોડા સમય પહેલા દિનેશ નામના શખસે વધુ વ્યાજની લાલચ આપી રોકાડના નામે આ વિસ્તારની અનેક મહિલાઓને શીશામાં ઉતારી હતી. છેતરપીંડી કરી લાખોનું ફુલેકું ફેરવી આ શખસ ફરાર થઇ ગયો હતો. શુક્રવારે રાત્રીના આ વિસ્તારની મહિલાઓએ આ શખસને પકડી પાડયો હતો. ત્યારબાદ મહિલાઓ ટોળાં સ્વરૂપે સીટી-બી ડીવીઝન ધસી ગઇ હતી અને આ શખસને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ખાતરી આપતા મહિલાઓનું ટોળું વિખેરાયું હતું. પોલીસે આ શખસ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

જેતે સમયે આ શખસે વધુ વ્યાજની લાલચ આપી અનેક મહિલાઓ પાસેથી રોકાણના નામે નાણા મેળવી લીધા હતાં, ત્યાર બાદ ફુલેકું ફેરવી ફરાર થઇ ગયેા હતો. પરંતુ વિસ્તારમાં આવતા મહિલાઓએ પકડી પોલીસને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...