તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહાપાલિકાની માલિકીના ફલેટના તાળા તોડી શખસે કબજો કર્યો

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક રહેવાસીઓએ જનતા રેડ કરી
 • પોલીસ કાર્યવાહીની તજવીજ

જામનગર શહેરના રોજી પેટ્રોલ પંપ પાસે આવેલા સરદાર પટેલ આવાસના એ-1 વીંગના ફલેટ નં. 201માં કેતનભાઇ ખાંટ કે જેમનું મકાન અે વીંગના ચોથા માળે 404 નંબર હોય તેને 201 નંબરમાં તાળા તોડી છ મહિનાથી રહેતો હતો અને તેમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતો હોવાનું ત્યાંના રહેવાસીઓનો આક્ષેપ છે. દરમિયાન રાત્રીના સમયે કંટાળીને આવાસના રહેવાસીઓએ 201 ફલેટમાં જનતા રેડ કરી કેતન ખાંટે ફલેટમાં કબજો કર્યો હતો તેની જાણ મહાપાલિકાના ઇજનેર અશોક જોશીને કરી હતી, જે બાદ આ અંગેની લેખિત રજૂઆત સીટી એન્જિનિયર શૈલેષ જોશીને કરતા તેમણે મહાપાલિકાના ફલેટમાં તાળા તોડીને ગેરકાયદેસર રીતે ઘૂસી જવા મામલે ફરિયાદ કરવા સિકયુરીટી ઓફિસરને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો