તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળો જામ્યો:મંગળવારે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું, હાડ ધ્રુજાવતી ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું પારો ગગડીને 8.5 ડિગ્રી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકો ઘરમાં ગરમ વસ્ત્રોમાં ઢબૂરાયેલા રહ્યા, માર્ગો પર સંચારબંધી

ઠંડીનો પારો 1 ડિગ્રી ગગડીને 8.5 ડિગ્રીએ પહોંચતા જામનગર ધ્રુજી ઉઠયું હતું. શિયાળાએ જમાવટ કરતા મંગળવારે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. હાડ ધ્રુજાવતી ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. દિવસભર કાતિલ ઠંડા પવનથી લોકો ઘરમાં પણ ગરમ વસ્ત્રોમાં ઢબૂરાયેલા રહ્યા હતાં તો માર્ગો પર કુદરતી સંચારબંધી જોવા મળી હતી.

જામનગરમાં મંગળવારે એક ડીગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતના બરફીલા પવનોના કારણે હાલારમાં કાતિલ ઠંડીથી લોકો થરથરી ઉઠયા હતાં. સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જમ્મુ-કાશ્મીર તથા ઉત્તરાખંડમાં થઈ રહેલ ભારે હિમવર્ષાના પગલે શિયાળાએ જમાવટ કરતા જામનગરમાં ઠંડીનો પારો સતત નીચે સરકતા સીંગલ ડીઝટમાં પહોંચ્યો છે. સોમવારે લઘુતમ તાપમાન 9.5 ડીગ્રી નોંધાયું હતું.

બચાવ કાર્ય: ખુલ્લામાં રહેતા ભિક્ષુકો સેલ્ટર હોમમાં ખસેડાયા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શિયાળાની કાતીલ ઠંડીમાં ખુલ્લામાં શહેરના સર્કલ અને ફુટપાથ પર રાતવાસો કરતા લોકોને સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ભોજનની તથા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના ભીડભંજન મહાદેવ મંદિર, રણમલ તળાવ અને ટાઉન હોલ નજીક ખુલ્લામાં ઠંડી સામે રહેતા લોકોને અવાર-નવાર અપીલ કરી સેલ્ટર હોમમાં રાતવાસો કરવા માટે જણાવવામાં આવે છે.

તેમ છતા પણ તંત્રની અપીલને ઘોળીને પી જતા આ પ્રકારના ભિક્ષુકોને છેવટે તંત્ર દ્વારા સમજાવી સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના મ્યુ.કમિશ્ર્નર સતીષ પટેલ દ્વારા શહેરના ભિક્ષુકો અને જાહેરમાં રાતવાસો કરનારા વ્યકિતઓને અપીલ કરાઇ છે કે એક તરફ જામનગરના વાતાવરણમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે.

અને કાતીલ ઠંડીમાં જાહેરમાં રાતવાસો કરનારાઓ તેમનું સ્વસ્થ જોખમમાં મુકે છે, જયારે સરકાર દ્વારા સેલ્ટર હોમમાં રહેનાર વ્યકિતઓ માટે ભોજન-નાસ્તો અને મેડીકલ ચેકઅપ સહિતની તમામ વ્યવસ્થાઓ વિનામુલ્યે કરવામાં આવી છે તેનો લાભ લઇ શકે છે. સોમવારે શહેરના આઠ ભિક્ષુકોને સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. આવનાર સમયમાં આ પ્રક્રિયા ચાલુ જ રહેશે તેમ મહાપાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

મંગળવારે વધુ 1 ડીગ્રીનો ઘટાડો થતાં ન્યુનતમ તાપમાન 8.5 ડિગ્રીએ પહોંચતા હાડ થિજાવતી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. દિવસભર બરફીલા પવનના કારણે લોકો ઘરમાં પણ ધ્રુજી ઊઠયા હતાં. કાતિલ ઠંડીના પગલે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળતા માર્ગો પર કુદરતી સંચારબંધી જોવા મળી હતી.

ઠંડીથી બચવા માટે લોકો સ્વેટર, જેકેટ, મફલર, ટોપી સહિતના ગરમ વસ્ત્રોમાં ઢબૂરાયેલા જોવા મળ્યા હતા તો કાવા-ઉકાળા સહિતના ગરમ પીણા, તાપણાનો સહારો લીધો હતો. છેલ્લાં પૂરા થતાં 24 કલાક દરમ્યાન મહતમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. વાતવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 48 ટકાએ પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો