જામનગરમાં રવિવારે મોસમનું સૌથી નીચું 10.6 ડિગ્રી તાપમાન નોંધાતા હાડ થીજાવતી ઠંડીથી શહેરીજનો ધ્રુજી ઉઠયા હતાં. 24 કલાકમાં લઘુતમ તાપમાન વધુ 1.8 ડિગ્રી ધટી ગયું હતું. કાતિલ ઠંડીથી લોકો ઘરમાં પૂરાઇ રહેતા માર્ગો સૂમસામ જોવા મળ્યા હતાં. જામગનરમાં ચારેક દિવસ પહેલા કમોસમી વરસાદન કારણે ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ વાદળો દૂર થતાં આકાશ સ્વચ્છ છતાં શહેરમાં પુન: તીવ્ર ઠંડીનો દોર શરૂ થયો છે. શુક્રવારે લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું.
પરંતુ ત્યારબાદ 24 કલાકમાં ઠંડીનો પારો 4.1 ડિગ્રી ઘટી જતાં શહેરીજનોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. લઘુતમ તાપમાનમાં ઘટાડાનો આ સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો હતો. ઠંડીનો પારો વધુ 1.8 ડિગ્રી ઘટી જતાં રવિવારે મોસમનું સૌથી નીચું 10.6 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો રીતસર ધ્રુજી ઉઠયા હતાં.
કાતિલ ઠંડીના કારણે લોકો ઘરમાં પૂરાઇ રહેતા શહેરના માર્ગો સૂમસામ જોવા મળ્યા હતાં. શહેરમાં શિયાળાએ અસલ મિજાજ બતાવતા વહેલી સવારે અને રાત્રીના હાડ ધ્રુજાવતી ઠંડીના કારણે જાહેર સ્થળો અને માર્ગો પર કુદરતી સંચારબંધી જોવા મળી રહી છે. ત્યારે મકરસંક્રાતિના પર્વ પર ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.