સૂર્ય પ્રકોપ ઘટ્યો:સૌરાષ્ટ્રમાં સૌથી ઓછી ગરમી જામનગરમાં : પારો 35.9 ડિગ્રી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ સહિતના શહેરોમાં પારો 40 ડીગ્રી ભણી
  • 20થી 25 કીમીની ઝડપે સુસવાટા મારતા પવનથી ગરમીમાં રાહત

સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના મોટાભાગના શહેરોમાં હજુ સુર્યનારાયણનો આકરો મિજાજ યથાવત રહ્યો છે જેમાં રાજકોટ સહિત અમુક શહેરોમાં પારો 39-40 ડિગ્રી ભણી પહોચ્યો છે ત્યારે જામનગરમાં ઘીરે ઘીરે ગરમીમાં ઘટાડો થઇ રહયો હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. જામનગરમાં બે દિવસ પૂર્વે 40 ડિગ્રી સુધી પહોચેલો મહતમ તાપમાનનો પારો 48 કલાક જ સવા ત્રણ ડિગ્રીથી વધુ ઘટી જતાં આકરી ગરમીથી જનજીવનને રાહતનો અહેસાસ કર્યો હતો.

જામનગરમાં મહતમ તાપમાન 35.9 ડિગ્રી નોંધાયુ હતુ.જેથી ગરમીનુ જોર ઘટયુ હતુ.સાથો સાથ ભેજ પણ ઘટતા ઉકળાટ અને બફારો પણ ઘટયો હતો.બપોર બાદ વીશથી પચીસ કિ.મિ.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહતનો અહેસાસ જનજીવને કર્યો હતો.

જામનગરમાં મહતમ તાપમાનમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે.ગત ગુરૂવારે 39.3 ડિગ્રી સુધી પહોચેલો પારો શનિવારે ઘટીને 35.9 ડિગ્રીએ સ્થિર થયો હતો.આમ,મહતમ તાપમાન 3.4 ડિગ્રી ઘટયુ હતુ.જેથી આકરી ગરમીથી લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

ભેજનુ પ્રમાણ પણ આંશિક ઘટી 72 ટકા સુઘી પહોચ્યુ હતુ જેથી બપોરે અસહ્ય ઉકળાટ અને બફારાનુ પ્રમાણ પણ ઓછુ થયુ હતુ. શહેરમાં પવનની ઝડપમાં નો઼ધપાત્ર વધારો જોવા મળ્યો હતો.જે દશથી વીશ કિ.મિ.ની ઝડપે ફુ઼કાયેલો પવન એક તબકકે 25 કિ.મિ. સુઘી પહોચી ગયો હતો.જેના કારણે બપોર બાદ લોકોએ ગરમીમાં રાહતનો અહેસાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...