ફાયદો:કાલાવડ પાસેના રણુજામાં યોજાયેલા લોક મેળાથી જામનગર એસટી વિભાગને લાખોની આવક થઈ

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ યોજાયેલ મેળામાં હજારો મુસાફરોઅે આવાગમન માટે બસનો લાભ લીધો

જામનગર પાસેના કાલાવડ ખાતે આવેલા રણુજાના ધાર્મિક લોક મેળો તા. 5, 6 અને 7ના યોજવામાં આવ્યો હતો. ત્યારે મુસાફરોને આવાગમન કરવા માટે જામનગર અેસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં તંત્ર દ્વારા 40 બસો મુકી રણુજાના મેળામાં લોકોને સુવિધા આપવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસમાં રૂા. 9,59,910 લાખની આવક થવા પામી હતી અને અંદાજીત 35 હજાર જેટલા મુસાફરોએ આ બસની સેવાનો લાભ લીધો હતાે તેમ વિભાગીય નિયામક પી.એમ. પટેલ દ્વારા જણાવાયું હતું અને જામનગર વિભાગના અલગ-અલગ ડપોથી સંચાલન હાથ ધરાયું હતું. કાલાવડ નજીકના રણુજાના રામદેવપીરના મેળા દરમિયાન જામનગર એસટી ડિવિઝનના જામજોધપુર એસટી ડેપો દ્વારા 291 દોડાવાઈ હતી જેનાથી રૂા. 5, 46, 317 રૂપિયાની આવક થવા પામી છે. જેમાં રણુજાથી કાલાવડ દરમિયાન એસટી બસ દોડાવી રૂપિયા 2,82, 057 અને કાલાવડથી રણુજા 286 રિપોર્ટ જોડાવી 2,64,260ની આવક થઈ છે જ્યારે જામનગર એસટી ડેપોથી રણુજાની 73 ટ્રીપ દોડાવવામાં આવી હતી જેનાથી જામનગર એસટી ડેપોને રૂપિયા 4,12, 593 આવક થવા પામી હતી. આમ કાલાવડમાં યોજાયેલ લોક મેળામાં એસ.ટી વિભાગ દ્વારા કાલાવડ થી રણુજા અને રણુજાથી કાલાવડ તેમજ કાલાવડથી જામનગર અને જામનગરથી કાલાવડ રણુજાથી રાજકોટ વગેરે રૂટ ઉપર વધારાની બસો દોડાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...