સમસ્યા:જામનગર મહાપાલિકાની લાઇટ શાખા સૌથી બેદરકાર, એક વર્ષમાં અધધ 38,494 ફરિયાદ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગતવર્ષ કરતા ટોલ ફ્રી અને કમ્પ્લેઇન નંબર પર ફરિયાદો ઘટી પણ ઉકેલના પ્રમાણમાં ઘટાડો
  • બે વર્ષમાં મનપા 4921 ફરિયાદનું નિરાકરણ કરી શકી નહીં: જુદી-જુદી શાખાની કુલ 589 ફરિયાદ પેન્ડીંગ

જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી શાખાની ફરિયાદ માટે ટોલ ફ્રી અને કમ્પલેઇન નંબર જાહેર કરાયા છે. જેમાં વર્ષ 2020-21 માં લાઇટને સંબધિત સૌથી વધુ 38494 ફરિયાદ નોંધાતા મનપાની લાઇટ શાખા સૌથી બેદરકાર હોવાનું પુરવાર થયું છે. વર્ષ 2019-20 કરતા 2020-21 માં ટોલ ફ્રી અને કમ્પલેઇન નંબર પર 833 ફરિયાદો ઘટી છે. પરંતુ વર્ષ 2019-20માં 1962 ની સામે 2020-21 માં 2480 ફરિયાદોના ઉકેલ ઓછો થતાં ફરિયાદના નિકાલમાં ઘટાડો નોંધાતા અનેક સવાલ ઉઠયા છે.

બે વર્ષમાં મનપા 4921 ફરિયાદનું નિરાકરણ કરી શકી નથી તો જુદી-જુદી શાખાની કુલ 589 ફરિયાદ પેન્ડીંગ છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર રાખવામાં આવ્યા છે. જેના પર ફરિયાદ નોંધાવતા ફરિયાદ કરનારને મેસેજ આવે છે. આ જ રીતે જે-તે વિભાગની ફરિયાદ હોય તેનો ઉકેલ આવ્યા બાદ પણ મેસેજ આવે છે.

પરંતુ ઘણાં કિસ્સાઓમાં ફરિયાદનો ઉકેલ ન આવ્યો હોવા છતાં ફરિયાદનું નિરાકરણ થયાનો મેસેજ આવ્યાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે. ત્યારે કેટલી ફરિયાદોનો ખરેખર મનપા દ્વારા નિકાલ કરવામાં આવે છે તે એક સવાલ છે. આટલું જ નહી મનપાની આ પ્રકારે ફરિયાદોના નિકાલની કામગીરીના કારણે શહેરીજનોમાં અનેક સવાલો સાથે રોષની લાગણી ફેલાઇ છે.

ચાલુ વર્ષે 7 મહિનામાં અધધ... 55,049 ફરિયાદ નોંધાતા આશ્ચર્ય
જામનગર મહાનગરપાલિકાના ટોલ ફ્રી અને કમ્પલેઇન નંબર પર ચાલુ વર્ષે માર્ચથી ઓકટોબર મહિના સુધી એટલે કે 7 મહિનામાં 55049 ફરિયાદ નોંધાઇ છે. જેમાં લાઇટશાખાની 32909, ભૂગર્ભ ગટરની 6294, સોલીડ વેસ્ટ શાખાની 9725 અને વોટરવર્કસ શાખાની 3400 ફરિયાદનો સમાવેશ થાય છે.

ટોલ ફ્રી અને કમ્પલેઇન નંબર પર ફરિયાદ કરી શકાય છે
જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાની ફરિયાદ માટે ટોલ ફ્રી નં.18002330131 અને 2550131 પર ફરિયાદ કરી શકાય છે. ફરિયાદ નોંધાવ્યા બાદ મોબાઇલ પર મેસેજ આવે છે અને ફરિયાદનો નિકાલ થાય ત્યારબાદ પણ મેસેજ આવે છે.

ફેકટ્ફાઇલ | જામ્યુકોના ટોલ ફ્રી અને કમ્પ્લેઇન નંબર નોંધાયેલી ફરિયાદ

શાખા2019-202020-21
ફરિયાદઉકેલઅણઉકેલબાકીફરિયાદઉકેલઅણઉકેલબાકી
લાઇટશાખા નગરસીમ વિસ્તાર1338811,6481742311488713254166223
આઇસીડીએસ1016045900
આરોગ્ય892884113363359015
એસ્ટેટ3442942761300323036
ગાર્ડન12131,21436814731517027
ટાઉન પ્લાનીંગ135175369184013
પ્રોજેકટ પ્લાનીંગ262482319129298029
ભૂગર્ભ ગટર66375,4042873376167013517127
યુસીડી53116502
લાઇશાખા શહેર વિસ્તાર2839226,46814936236272350510953
વોટર વર્કસ59385,8751198619462052182
સિકયોરીટી16190011605
સિવીલ શાખા19241,952541041575150539135
સોલીડ વેસ્ટ2334323,52098324287242883112
સ્લમ424404131700
હાઉસ ટેકસ27929304421389136
અન્ય સમાચારો પણ છે...