2019 થી તૈયારીઓ શરૂ કરી:જામનગર પોલિટેકનિક કોલેજના લેક્ચરર કેબીસીની હોટ સીટ પર જોવા મળશે

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીકે કરંટ અફેર પ્રોફાઈલ બેઝ પ્રશ્નો પર વધુ ધ્યાન આપ્યું

જામનગરના પોલિટેકનિક કોલેજના લેક્ચરર હાર્દિક પ્રદીપભાઈ જોષી કોન બનેગા કરોડપતિની હોટ સીટ પરથી અમિતાભ બચ્ચનના પ્રશ્નોના જવાબ આપતા જોવા મળશે. ટૂંક સમયમાં કોન બનેગા કરોડપતિની 14મી સીઝન શરૂ થવા જઈ રહી છે. જેમાં પ્રથમ અને દ્વિતીય એપિસોડમાં જામનગર પોલિટેકનિક કોલેજના લેક્ચરર હાર્દિક પ્રદીપભાઈ જોષી ફાસ્ટર ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં સફળતા મેળવીને હોટ સીટ પર પહોંચતા જોવા મળશે. હાર્દિકભાઈ જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનનો ખૂબ મોટો ફેન છું. 2001 માં કેબીસી શરૂ થયું ત્યારે જવું હતું પરંતુ ત્યારે ઉંમર ઓછી હતી.

પછી જોબ કરવાનું શરૂ કર્યું અને 2019 થી કેબીસી માટેની તૈયારીઓ શરૂ કરી હતી. ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની બુકો અને ન્યૂઝ પેપરનુ વાંચન કર્યું હતું. આ ઉપરાંત જીકે, કરંટ અફેર અને પ્રોફાઈલ બેઝ સવાલ પર વધુ ધ્યાન આપ્યું હતું. કેબીસી માટે વર્ષ 2012 અને 14 માં અમદાવાદ ત્યાર બાદ વર્ષ 2015,16 અને 21 માં મુંબઈ સુધીના રાઉન્ડમાં પહોંચ્યો હતો,અને ચાલુ વર્ષ ફાસ્ટર ફિંગર ફસ્ટથી હોટ સીટ પર પહોંચ્યો છું.

હોટ સીટ બેસતા સપનું સાકાર થયું તેવું લાગ્યું
ફાસ્ટર ફિંગર ફસ્ટથી હોટ સીટ પર પહોંચ્યો અને જ્યારે હોટ સીટ પર ઉપર બેઠો ત્યારેની 5 થી 7 સેકન્ડ ખુબ અદભુત હતી જે શબ્દોમાં પણ વર્ણવી ન શકાય. અમિતાભ બચ્ચન સાથેની મુલાકાત ખૂબ જ અદભુત રહી છે. તેઓએ મારી સાથે મારા પ્રોફેશન અને લોકડાઉન દરમિયાન ઓનલાઇન ભણાવવાના અનુભવ વિશે પણ વાત કરી અને પોતાના શિક્ષણને લગતા અનુભવ વિશે વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...