દબાણ પર બૂલડોઝર ફેરવાયું:કાલાવડના મોટા વડાલા ગામે ગૌચરની જમીન પર થયેલા દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાલા ગામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગામમાં અસામાજિક તત્વો દ્વારા ગોચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં મોટા વડાલા ગામના સરપંચ દ્વારા ડિમોલેશનની કામગીરી સાથે રહીને હાથ ધરવામાં આવી હતી.

મોટા વડાલા ગામમાં ગોચરની જમીન પર અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જેને જેસીબી મશીન તેમજ મજૂરો દ્વારા દબાણ દૂર કરી જગ્યા ખોલી કરવામાં આવી છે. ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તેના માટે કાલાવડ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ગૌચર પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

ગૌચરની જમીન પણ મોટા વડાલા ગામના સરપંચ સહિત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોચર માંથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...