તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશ્ચર્ય:કિસાન સન્માનનિધિમાં જામનગર જિલ્લામાંથી 14,992 નામ કમી થશે

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • આવકવેરા રિટર્ન, એકથી વધુ અરજી, અમાન્ય આધારકાર્ડ કારણભૂત, વર્ષે ખેડૂતોને રૂ. 6000ની સહાય
 • 6 હપ્તા ચૂકવાયા પણ ખેડૂતોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો

ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજના વર્ષ-2019 માં ફ્રેબુઆરીથી શરૂ કરાઇ છે. જે અંતર્ગત ખેડૂતોને વર્ષ દરમિયાન રૂ.6000 ની સહાય રૂ.2000 ના ત્રણ હપ્તામાં ચૂકવામાં આવે છે. પરંતુ જામનગર જિલ્લામાં આ યોજનામાંથી 14992 ખેડૂતોના નામ કમી કરવાની સ્થિતિ સર્જાઇ છે.

યોજનાની જોગવાઇ મુજબ આવકવેરો ભરતા ખેડૂતો સહાય મેળવવાને પાત્ર ન હોય જિલ્લામાં કુલ 6706 ખેડૂતો કે જેઓ આવકવેરો ભરતા હોવા છતાં અરજી કરી હોય તેના નામ કમી થશે. એક જ ખેડૂતે એક કરતા વધુ અરજી કરી હોય, અમાન્ય આધારકાર્ડ નંબર સહીતની ક્ષતિના કારણે 8286 ખેડૂતના નામ કમી કરવાની નોબત સર્જાઇ છે.

જિલ્લામાં ફેબ્રુઆરીથી શરૂ થયેલી કિસાન સન્માનનિધિ યોજના અંતર્ગત ખેડૂતોને 6 હપ્તા ચૂકવાયા છે. યોજના અંતર્ગત જામજોઘપુર, જામનગર ગ્રામ્ય, કાલાવડ તાલુકામાંથી વધુ પ્રમણમાં અરજી થઇ છે. જયારે સૌથી અરજી શહેરમાંથી થઇ છે. પરંતુ દરેક તાલુકામાં ખેડૂતોની સંખ્યામાં ઉતરોતર ઘટાડાથી સવાલ ઉઠયા છે.

8907 ખેડૂતોની અરજીમાં વાંધા હોવાથી સુધારણા કાર્યવાહી હાથ ધરાઇ
પીએમ કિશાન સન્માનનિધિમાં જામનગર જિલ્લામાંથી અરજી કરનાર 8907 ખેડૂતોની અરજીમાં વાંધાના કારણે સુધારણા કાર્યવાહી ચાલી રહી છે. આથી આ ખેડૂતો તાલુકા અથવા જિલ્લા પંચાયત ખેતીવાડી શાખામાં બેંક પાસબુક અને આધારકાર્ડ સાથે સંપર્ક કરવાથી સુધારો કરાવી શકશે તેમ ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું છે.

6706 ખેડૂત આવક વેરો ભરતા હોય રૂ. 6.47 કરોડની રિકવરીની નોબત
જામનગર જિલ્લામાં આવકવેરો ભરતા હોય તેવા 6706 ખેડૂતોએ કે જેઓ પીએમ કિસાન સન્માનનિધિ યોજનાને પાત્ર ન હોવા છતાં અરજી કરતા આ ખેડૂતના નામ કમી કરાયા છે. પરંતુ તેઓને સહાયના હપ્તા ચૂકવાયા હોય રૂ.6,47,82000 રિકવરી કરવાની નોબત આવી છે. ડુપ્લીકેટ આધાર કાર્ડ અને એકથી વધુ અરજી કરનારા 8286 ખેડૂતોને કિસાન સન્માન નિધીનો હજુ એકપણ હપ્તો ચૂકવવામાં ન આવ્યો હોવાનું ખેતી વાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો