તંત્રની બેદરકારી:રતનબાઈ કન્યા વિદ્યાલયની બાજુનું બાલમંદિર જર્જરિત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધૂળ ખાતું બાલમંદિર, તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં

જામનગરમાં રતનબાઇ કન્યા વિધાલયની બાજુમાં આવેલું મનપા હસ્તકનું બાલમંદિર જર્જરિત બન્યું છે. બાલમંદિર ધૂળ ખાઇ રહ્યું હોય તેના સ્થાને કોઇ સુવિધા કેન્દ્ર બનાવવાના બદલે મનપા દ્વારા કોઇ પગલાં ન લેવામાં આવતા અનેક સવાલ ઉઠયા છે.

જામનગરમાં મહપાલિકાના પટાંગણમાં આવેલી મનપા હસ્તકની જર્જરિત ઇમારતો પાડી તેના સ્થાને નવું જનરલ બોર્ડ બનાવાનો નિર્ણય મહાપાલિકાએ કર્યો છે. પરંતુ શહેરમાં મનપા હસ્તકની ઇમારતો ધૂળ ખાઇ રહી છે. તેનો સુચારૂં ઉપયોગ કેમ કરવો તે મનપાને સૂઝતું નથી.

શહેરમાં ખોજાગેઇટ પાસે આવેલી રતનબાઇ કન્યા વિધાલયની બાજુમાં આવેલું મનપા હસ્તકનું બાલમંદિર કે જેમાં પહેલા આરોગ્ય કેન્દ્ર હતું તે ઇમારત જર્જરિત બની છે. જે બિનઉપયોગી થતાં હાલમાં આ ઈમારત જર્જરિત બની છે અને ધૂળ ખાઇ રહી છે.

વિ.ધ. બારદાનવાલા કેળવળી મંડળ સંચાલિત રતનબાઇ કન્યા વિધાલયની ઇમારત સારી સ્થિતિમાં છે અને ધો 9 થી 12 માં વિધાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. પણ એને અડીને જ આવેલા મહાનગરપાલિકા હસ્તકનું બાલમંદિર જર્જરિત છે છતાં મનપા બેદરકારી દાખવતા અનેક સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...