તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આવક સહિતના જરુરી દાખલા કઢાવવા માટે અરજદારોને સરળતા રહે તે માટે જામનગરના જનસેવા કેંદ્ર રવિવારે પણ ચાલુ રહ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 300થી વધુ અરજદારોને દાખલા કાઢી આપવામા આવ્યા
  • નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો
  • દાખલા કઢાવવા માટે જનસેવા કેન્દ્ર ઉપર ઘસારો જોવા મળ્યો

કોરોના કારમાં જામનગર શહેર-જિલ્લાના તમામ સરકારી જમીન કેન્દ્ર બંધ કરવામાં આવ્યા હતા જ્યારે હાલની પરિસ્થિતિ સુધરી હોવાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે હજારો નાગરિકોને આવક સહિતની વિવિધ સરકારી દાખલાઓની જરૂર પડતી હોય છે જેથી જાનુ કેન્દ્ર સવારથી સાંજ સુધી ધમધમતા રહે છે.

જામનગરમાં છેલ્લા એક મહિનામાં 14 હજારથી વધુ દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે તથા લોકોની જરૂરિયાત જોઈને તંત્ર દ્વારા રવિવારના રજાના દિવસે પણ જામનગર મામલતદાર કચેરીનું જનસેવા કેન્દ્ર ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

જ્યારે શરૂ સેક્શન રોડ પર આવેલા જિલ્લા સેવા સદન ખાતે શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જનસેવા કેન્દ્ર ચાલુ રાખ્યું છે ત્યારે કોરોનાની મહામારી ને કારણે લોકોને એન્ટ્રી આપવામાં આવતી નહોતી જેમાં માત્ર બારી પરથી ફોર્મ ભરીને દાખલા કાઢી આપવામાં આવતા હતા જેથી દાખલા કઢાવવા આવેલા નાગરિકોને લાંબી કતાર મારા જોવી પડતી હતી જેમાં સવારથી લોકો કતારમાં ઉભા રહી જતા હતા.

જ્યારે જામનગર શહેરના જન સેવા કેન્દ્રમાં આવકના જાતિના દાખલા,ડોમીસાઈલ સર્ટીફીકેટ, નોન ક્રિમિલેયર, આર્થિક પછાત સહિતના વિવિધ પ્રકારના દાખલા કાઢી આપવાની કામગીરી છેલ્લા એક સપ્તાહમાં 3400 અને એક મહિના માં 9600 દાખલા કાઢી આપવામાં આવ્યા છે આ જ રીતે જામનગર ગ્રામીણ જન સેવા કેન્દ્રમાં છેલ્લા એક સપ્તાહમાં 1800 અને મહિનામાં 4600 થી વધુ દાખલા કાઢી આપવામાં આવ્યા છે.

લોકો ઉપર જન સેવા કેન્દ્ર પર લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે રવિવારના દિવસે સવારે 10.30 થી 6.30 સાંજ સુધી જનસેવા કેન્દ્ર ચાલુ રાખવાનું વહીવટી તંત્રે જણાવ્યું હતું

અક્ષર વ્યાસ ,શહેર મામલતદાર જામનગર
અક્ષર વ્યાસ ,શહેર મામલતદાર જામનગર

જામનગરના શહેર મામલતદાર એ જણાવ્યું હતું કે કલેકટર અને આર.એ.સી ની સૂચના થી લોકોને ચાલુ દિવસોમાં ધંધા-રોજગાર બંધ રાખીને ન આવું પાસે અને રજાના દિવસ દરમિયાન આવીને શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી આજ રવિવાર રજાના દિવસે પણ આવકના જાતિના દાખલા,ડોમીસાઈલ સર્ટીફીકેટ, નોન ક્રિમિલેયરના , આર્થિક પછાત,ઓબીસી દાખલા કામગીરી ચાલુ રાખવામાં આવી છે તે પણ રાબેતા મુજબ સવારે 10:30 થી સાંજના 06:00 સુધી આ કામગીરી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...