તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માર્ચ એન્ડીંગના કારણે સપ્તાહ બાદ ખુલેલા જામનગર માર્કેટ યાર્ડમાં એક દિવસમાં 209646 મણ જણસની આવક થઇ હતી. ધાણી 77000, ઘઉં 27140, ચણા 56000, 18000 મણ જીરૂ આવ્યું હતું. હરાજીમાં અજમાના રૂ. 3800, સૂકા મરચાના રૂ.3690 ભાવ બોલાયા હતાં.
જામનગર માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડીંગના કારણે સપ્તાહ એટલે કે 1 એપ્રિલ સુધી હરાજી સહિતની કામગીરી બંધ રહી હતી. શુક્રવારે યાર્ડમાં રાબેતા મુજબ જણસોની આવક અને હરાજી થઇ હતી. એક દિવસમાં યાર્ડમાં જુદી-જુદી જણસની 209646 મણ આવક થઇ હતી. જેમાં ધાણીની 77000, ઘઉંની 27140, ચણાની 56000, રાયડાની 12448, જીરૂની 18000 મણ આવક મુખ્ય છે. હરાજીમાં 20 કીલો ઘઉંના ભાવ રૂ.300 થી 401, મગના રૂ.1100 થી 1295, અડદના રૂ.1000 થી 1330, તુવેરના 900 થી 1245, વાલના રૂ.800 થી 1070, મેથી રૂ.900 થી 1180, જીરૂના રૂ.2200 થી 2650, ધાણીના રૂ.950 થી 1490 બોલાયા હતાં.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.