દારૂની ભઠ્ઠીઓ પર દરોડા:જામનગર પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું, અલગ અલગ વિસ્તારમાં દેશી દારૂ બનાવતા તત્વો પર તવાઈ બોલાવી

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં વિધાનસભાની ચુંટણી અન્વયે પ્રોહી બુટલેગરો પર તવાઇ બોલાવવામાં આવી છે, બે દિવસ દરમ્યાન જામનગર જીલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બીંગ કરીને 40 કેસ નોંધી દેશી દારૂ, આથા સહિતનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેના આધારે બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર (આઇપીએસ) રાજકોટ વિભાગ દ્વારા વિધાનસભા ચુંટણી અનુસંધાને જામનગર જીલ્લામાં પ્રોહી, બુટલેગર્સ ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં પ્રોહી. બુટલેગર્સ પર કોમ્બીંગનું આયોજન કરેલ, જે અનુસંધાને એલસીબી પીઆઇ તથા પીએસઆઈ તથા સ્ટાફ, જીલ્લાના તમામ થાણા અધિકારી, સ્ટાફના આશરે 200 પોલીસ જવાનો સાથે વ્યુહાત્મક કોમ્બીંગ હાથ ધરવામાં આવેલ જે મેગા પ્રોહી. કોમ્બીંગ દરમ્યાન દેશી દારૂની ચાલુ ભઠ્ઠી તથા અન્યના કેસો 32, દેશીદારૂના કેસો−8 શોધી કાઢી દેશી દારૂ લીટર 315, આથો લીટર 3411, દેશી દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા. 18,462નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહી. બુટલેગર્સ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

નોંધાયેલા કેસોમાં જામજોધપુરના ડોકામરડાનેશ, લાલપુરના ડબાસંગ, ધ્રોલના ખારવા નદી પુલ, ચામુંડા પ્લોટ,જામનગરના રણજીતસાગર રોડ મારવાડીવાસ, દરેડ, ગુલાબનગર, નવાગામ ઘેડ, અંબર ચોકડી, બાવરીવાસ, ગુલાબનગર ઓવરબ્રીજ નીચે, ધરારનગર-૨, મચ્છરનગર, રાજીવનગર કોલોની, ખુલ્લીફાટક બાવરીવાસ, જાગૃતીનગર, વુલનમીલ ફાટક નજીક બાવરીવાસ, ખેતીવાડી ફાટક પાસે ઝુપડપટ્ટી, ખુલ્લા ફાટક આવાસ ઝુપડપટ્ટી, કાલાવડ વિગેરે સ્થળોએ પોલીસ દ્વારા ઝુંબેશના ભાગરૂપે દરોડા પાડીને ચાલુ દેશી દારૂની ભઠ્ઠી, દારૂ, આથો ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા હતા, વ્યાપક દરોડાના પગલે ભારે દોડધામ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...