તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા:જામનગર મનપા કમિશનરે ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત કરી પ્રિમોન્સૂન પ્લાનની સમીક્ષા કરી

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંટ્રોલમાં રૂમમાં મળતી ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા આદેશ

જામનગર મનપાના નવનિયુક્ત કમિશનર વિજય ખરાડીએ આજે મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી. જામનગર મનપાના પ્રિમોન્સૂન પ્લાનની સમીક્ષા કરી કર્મચારીઓને જરુરી સૂચનાઓ આપી હતી.

કમિશનર વિજય ખરાડી આજે ડેપ્યુટી કમિશનર, આસિટન્ટ કમિશનર અને સિટી એન્જિનિયર સાથે ફાયર વિભાગની મુલાકાતે પહોંચી હતી. અહીં કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

ચોમાસા દરમિયાન લોકોની મળતી ફરિયાદનો ઝડપી નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જરુરી સૂચનાઓ આપી હતી.

કમિશનરે જણાવ્યું હતું કે, આજરોજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે ખાસ કરીને પ્રિમોન્સુન કામગીરી સંદર્ભે કેવા પ્રકારના કોલ આવ્યા છે અને માટે શુ કાર્યવાહી થઈ છે એ બાબતે રિપોર્ટ લેવામાં આવ્યો છે. આવનારા સમયમાં જે પણ પ્રકારની રજૂઆત મળે અને તેનો રિસ્પોન્સ ટાઈમ ઓછામાં ઓછો હોય અને જે પણ આપણે ફાયરની ગાડી હોય કે અન્ય પ્રકારની વ્યવસ્થા હોય એ ઓછામાં ઓછા સમયમાં સ્થળ પર પહોંચે અને સ્થળ પર નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...