તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:જામનગર કૉંગ્રેસ દ્વારા આજે સતત નવમા દિવસે રાજ્ય સરકારની ઉજવણી સામે કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરતા કાલાવડના ધારાસભ્ય ઈજાગ્રસ્ત થયા

રાજ્યમાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીના અંતિમ દિવસે પણ જામનગર કૉંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ પર વિરોધ પ્રદર્શિત કરાયો હતો. કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કાળાવસ્ત્રો ધારણ કરી થાળી અને વેલણ વગાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પોલીસે દ્વારા કાર્યકર્તાઓની ટીંગાટોળી અટકાયત કરવામા આવી હતી.

કૉંગ્રેસના કાર્યકર્તાઓએ આજે સવારે લાલબંગલા સર્કલ પર એકઠા થઈ થાળી વેલણ વગાડી સૂત્રોચ્ચાર કર્યા હતા. ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓને રોડ પરથી દૂર કરવા માટે ટીંગાટોળી કરવામા આવી હતી. આ સમયે કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુછડિયા જમીન પર પટકાતા તેને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...