કોંગ્રેસ પ્રમુખની અરજી:જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે ગોંડસેની પ્રતિમા મુકવા બાબતે એએસપીને ફરિયાદ સ્વરૂપે અરજી આપી

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોડસેની પ્રતિમા મુકવાના કૃત્યને તેમના દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું
  • તેઓ સંવેદનશીલ મુદ્દાઓ પર કાર્યક્રમો આપીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે : શહેર કોંગ્રેસ પ્રમુખ

ગોંડસેની મુકાયેલી પ્રતિમાને જમીનદોસ્ત કરી દેનારા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવા માટે એએસપી ઓફિસે ગયા હતા. જેમાં તેમણે હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટ અને ભાવેશકુમાર સામે ફરિયાદની અરજી પોલીસમાં આપી હતી.

જામનગરમાં મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોંડસેની પ્રતિમા મુકવા બાબતે કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ જિલ્લા પોલીસ વડા ઇન્ચાર્જ એએસપી નિતેશ પાંડેને ફરિયાદ સ્વરૂપે અરજી આપી છે. જેમાં શહેર પ્રમુખ દ્વારા ગોંડસેની પ્રતિમા મુકવાના આ ઉશ્કેરણીજનક કૃત્યને સખત શબ્દોમાં વખોડીને જણાવવામાં આવ્યું હતું કે તેઓ અવાર-નવાર સંવેદનશીલ મુદ્દાઓ પર કાર્યક્રમો આપીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે.

જ્યારે પોલીસમાં રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમુક શખ્સો તેમજ તેની સાથે રહેલા 20થી 25 જેટલા લોકો બે દિવસ પહેલા રૂચિ પંપ પાસે આવેલા શાંતિ હાર્મોનિયમ બિલ્ડિંગમાં ગેરકાયદેસર મંડળી રચી ભેગા થયા હતા. જામનગર શહેરમાં વિગ્રહ પેદા થાય એ રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા અને દેશદ્રોહી ગોડસેના માનમાં ગોડસે ગાથાના નામે મહાત્મા ગાંધીનું અપમાન થાય તે રીતે ઉશ્કેરણીજનક વાતો કરીને સોશિયલ મીડિયામાં ફેલાવી હતી. ઉપરાંત મહાત્મા ગાંધી વિરૂદ્ધ વાતાવરણ ઉભું કરી જામનગર શહેર-જિલ્લામાં શાંતિ ભંગ કરવાનું અને સમાજમાં નફરત ફેલાવવાનું કૃત્ય કર્યું હતું. જેથી તેમણે તેની સામે આઇપીસી કલમ 153, 504, 505, 147, 148, 149 અને ipc કલમ 120 બી મુજબ ફરિયાદ નોંધવા અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...