તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:જામનગર વહીવટી તંત્રએ મતદાન મથકો જાહેર કર્યા

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાંધા 28 જાન્યુઆરી સુધીમાં મોકલી શકાશે

જામનગર મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે નકકી કરાયેલા મતદાન મથકોની યાદી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. ચૂંટણીમાં નિર્દિષ્ટ મતદાન મથકો સામે વાંધા 28 જાન્યુઆરી સુધી મોકલી શકાશે. જામનગર મનપાની ચૂંટણી માટે નક્કી કરવાના થતા મતદાન મથકોની યાદીનો વોર્ડવાર મુસદ્દો તૈયાર કરી જિલ્લા કલેકટર, પાલિકાની કચેરી તથા સંબંધિત વૉર્ડમાં પ્રસિદ્ધ કરાઈ છે.

જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે જિલ્લા પંચાયત મતદાર વિભાગમાં સમાવિષ્ટ તાલુકા પંચાયત મતદાર વિભાગ વાર નક્કી કરવાના થતા મતદાન મથકોની યાદીનો તાલુકાવાર મુસદ્દો કલેક્ટર, જિલ્લા પંચાયત, જામનગર તથા સંબંધિત તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે પ્રસિદ્ધ કરાઈ છે. તેની નકલ માન્ય રાજકીય પક્ષને પણ મોકલવામાં આવી છે.

આ મુદ્દામાં મતદાન મથકો સામે કોઈપણ વ્યક્તિ કે રાજકીય પક્ષોને વાંધો, રજૂઆત કે સૂચનો હોય તો આગામી તા.28 જાન્યુઆરી સુધીમાં લેખિતમાં મળે તે રીતે શહેર ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, શરૂ સેકશન રોડ, પોલીસ હેડ કવાર્ટર પાસે મોકલી આપવા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો