તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • The Issue Of Parking In Jamnagar Has Become Complicated, The Number Of Vehicles In The City Has Increased But New Parking Has Not Been Created.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશ્ચર્ય:જામનગરમાં પાર્કિગનો પ્રશ્ન પેચીદો બન્યો, શહેરમાં વાહનો વધ્યા પણ નવા પાર્કિંગ તો બન્યા જ નહીં

જામનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
શહેરના ટાઉનહોલ વિસ્તારમાં જાહેર માર્ગો પર આડેધડ કારના ખડકલા - Divya Bhaskar
શહેરના ટાઉનહોલ વિસ્તારમાં જાહેર માર્ગો પર આડેધડ કારના ખડકલા
 • ટાઉનહોલ, ત્રણબતી, રણજીત રોડ, અંબર સિનેમા રોડ, ચાંદીબજાર સહિતના ગીચ વિસ્તારોમાં વાહનોના આડેઘડ ખડકલાથી માર્ગો સાંકડા બન્યા
 • શહેરમાં ફક્ત સીસી રોડ અને સિમેન્ટ-કોંક્રીટના બનતા જંગલ
 • પાર્કિગ જેવી પાયાની સુવિધાના અભાવે ટ્રાફિક જામની સમસ્યા શહેરીજનો માટે માથાનાે દુ:ખાવો

જામનગરમાં 20-20 વર્ષથી નવા પાર્કિંગની સુવિધા ન થતાં શહેરીજનો માટે ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની છે. જેમાં ટાઉનહોલ, ત્રણબતી, રણજીત રોડ, અંબર સિનેમા રોડ, ચાંદીબજાર સહિતના ગીચ વિસ્તારોમાં વાહનોના આડેધડ ખડકલાથી માર્ગો સાંકડા બન્યા છે. આમ છતાં શહેરમાં સીસી રોડ અને સિમેન્ટ-કોંક્રીટના કામના જંગલ ઉભા થઇ રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, જામ્યુકોની હદ વર્ષ-2014 માં વધી છે અને શહેરીની વસીતમાં પણ ધરખમ વધારાથી વાહનોની સંખ્યા જેટ ગતિએ વધી છે.

આમ છતાં શહેરમાં પાર્કિંગ સુવિધાનો સદ્દતર અભાવ જોવા મળી રહયો છે. ફકત 3 સ્થળોએ હાલમાં પાર્કિગ સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ વાહનોની સંખ્યામાં કુદકેને ભૂસકે વધારો થવા છતાં શહેરમાં પેઇડ અને માર્ગો પર પાર્કિંગના અભાવે ટ્રાફીકજામની સમસ્યા માથાના દુ:ખાવા રૂપ બની છે. આટલું જ નહીં શહેરના મુખ્ય માર્ગો પર છાસવારે ટ્રાફિક જામ થઇ રહયો છે.

શહેરમાં ફકત રણજીતરોડ, સેન્ટ્રલ બેંક રોડ પર બેરીકેટેડ પાર્કિંગ
જામનગર મહાનગરપાલિકાની હદ વર્ષ-2014 માં વધી છે. આટલું જ નહીં વસતી વસતા વાહનોની સંખ્યા કૂદકે ભૂસકે વધી રહી છે. છતાં શહેરમાં ફકત રણજીત રોડ, સેન્ટ્રલ બેંક રોડ એમ બે સ્થળ પર બેરીકેટેડ પાર્કિંગ છે. ત્યારે શહેરમાં માર્ગો પર પાર્કિંગની અપૂરતી સુવિધાના કારણે આ બંને તેમજ અન્ય માર્ગો પર વાહનોના આડેધડ પાર્કિંગ થઇ રહ્યા છે.

અંધાશ્રમ ઓવરબ્રીજ નીચે ફકત એક સ્થળે પેઇડ પાર્કિંગ
જામનગરમાં વાહનોની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે. જેના કારણે મોટાભાગના માર્ગો પર છાશવારે ટ્રાફીકજામથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સ્થિતિમાં શહેરમાં મનપા દ્વારા શહેરમાં અંધાશ્રમ ઓવરબ્રીજ નીચે ફકત એક સ્થળે પેઇડ પાર્કિંગની સુવિધા છે, શહેરમાં અન્ય સ્થળે આ પ્રકારની સુવિધા આપવામાં મનપા વામણી પુરવાર થઇ છે.

આગામી બજેટમાં પાર્કિંગ માટે જોગવાઇ કરાશે
જામનગર શહેરમાં પાર્કિંગ માટે જગ્યા શોધી આગામી વર્ષના બજેટમાં નવા પાર્કિંગ માટે જોગવાઇ કરવાનું વિચારણા હેઠળ છે. શહેરમાં 20 વર્ષથી સેન્ટ્રલ બેંક અને રણજીત રોડ પર બેરીકેટેડ પાર્કિંગ અને અંધાશ્રમ ઓવરબ્રીજ બન્યા બાદ નીચે પેઇડ પાર્કિંગ સુવિધા છે. આથી હવે પછીના બજેટમાં નવા પાર્કિગની બાબત ધ્યાને લેવાશે. - શૈલેષ જોશી, સીટી ઇજનેર, જામ્યુકો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો