તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અદ્દભુત અવકાશી નજારો:મંગળ અને શુક્ર ગ્રહના મિલનનો નજારો 40 મિનીટ સુધી ચાલ્યો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૂ્ર્યાસ્ત બાદ નરી આંખનો રોમાંચ - Divya Bhaskar
સૂ્ર્યાસ્ત બાદ નરી આંખનો રોમાંચ
  • વર્ષ માત્ર બે વાર જ બનતી ઘટના ખગોળપ્રેમીઓએ માણી

જામનગરના આકાશમાં મંગળવારે સૂર્યાસ્ત બાદ અદભૂત ખગોળીય ઘટના દેખાઈ હતી. આકાશમાં મોડી સાંજે મંગળ તથા શુક્ર ગ્રહના મિલનની અલૌકીક ઘટના સાથે વધુ એક અવકાશી નજારો જોવા મળ્યો હતો. ત્રીજના ચાંદનો ચમકતો નજારો પણ કંઈક અનેરો જ જોવા મળ્યો હતો. આકાશમાં વર્ષમાં માત્ર બે વાર મંગળ અને શુક્ર ગ્રહના મિલનની જોવા મળતી ખગોળીય ઘટનાનો લહાવો ખગોળપ્રેમીઓને જામનગરમાં જોવા મળ્યો હતો.

જામનગરની ભાગોળે તપોવન સ્કૂલ ખાતે જામનગર ખગોળ મંડળ દ્વારા અલૌકિક ઘટના જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટેલિસ્કોપ અને દૂરબીનના માધ્યમથી ખગોળપ્રેમીઓએ નજારો નિહાળ્યો હતો. ચોમાસામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે થોડા સમય બાદ આકાશ સ્વચ્છતા થતા સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં અંદાજે 40 મિનિટ સુધી આ અદભુત નજારો નરી આંખે જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...