નિમણૂક:જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં પદગ્રહણ સમારોહ કાર્યક્રમ યોજાયો

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં સ્કૂલના વિવિધ પદો અને હાઉસ કેપ્ટનોની નિમણૂક કરવામાં આવી

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 માટેના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્કૂલ સભાખંડમાં લશ્કરી પરંપરાની તર્જ પર ભવ્ય રીતે યોજાયો હતો.

સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દર સિંહ, ઉપાચાર્ય લેફ્ટીનન્ટ કર્નલ હરજૌત કૌર અને વહિવટી અધિકારી સ્કોર્ડ્રન લીડર મહેશ કુમાર દ્વારા સ્કૂલના વિવિધ પદો અને હાઉસ કેપ્ટનોની નિમણૂક કરવામાં આવી હતી. આ વિભિન્ન પદોની પસંદગી નિયમિતતા, શિસ્ત, નૈતિક મૂલ્યો, હકારાત્મક વલણ, રમત-ગમત પ્રવૃત્તિઓ, નેતૃત્વના ગુણો વગેરેના આધારે કરવામાં આવી હતી જેથી આ નિમણૂક પામેલી વિદ્યાર્થાઓ સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ બની શકે છે.

આ નવા નિમણૂક પામેલા કેડેટ્સે સ્કૂલના નીતિ–નિયમો માટે સપથ લીધા હતા તેઓ વિભિન્ન શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની દેખરેખ રાખશે અને સ્કૂલનું કાર્ય સરળ બને તે માટે મદદ કરશે. આચાર્યએ તેમના સંબોધન દરમિયાન નિમણૂક પામેલા કેડેટ્સને અભિનંદન આપ્યા અને નેતૃત્વના ગુણો કેળવવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે સ્કૂલના દરેક કેડેટ્સે તેમની જવાબદારીઓ નિભાવવા માટે નિમણૂક પામેલા કેડેટ્સને સહકાર આપવો જોઈએ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જો કેડેટ્સને સ્કૂલની સેવા કરવાનો જુસ્સો હોય તો જ રાષ્ટ્રની સેવા કરવાનો કે અન્ય કોઈ જવાબદારી નિભાવવાનો જુસ્સો આવે.

અન્ય સમાચારો પણ છે...