તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમીક્ષા:જામનગર જિલ્લાના પ્રભારી સચિવે કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નલીન ઉપાધ્યાયે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત કરી

જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાંઓ, જિલ્લામાંની રસીકરણની કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક માર્ગદર્શન પૂરૂ પાડવા માટે પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય જામનગરમાં આવ્યા છે. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી.

આજરોજ સચિવે જામનગરમાં કામદાર કોલોની યુ.પી.એચ.સી. ખાતેના કોવિડ પ્રતિરોધક રસીકરણ કેંદ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સચિવે રસી લેનાર લાભાર્થી સિનિયર સિટિઝનો સાથે સંવાદ સાધ્યો હતો અને લાભાર્થીઓના અનુભવો જાણ્યા હતા.

આ બેઠક અને મુલાકાતમાં કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, મ્યુનિ.કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મીતાબેન જોષી, પ્રાંત અધિકારીઓ, એમ.ઓ.એચ ઋજુતાબેન જોશી વગેરે અધિકારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો