ગાંધીના ગુજરાતમાં ગોડસેનો જન્મદિન ઉજવાયો:જામનગરમાં 8 મહિના પહેલા ગાંધીના હત્યારાની પ્રતીમા સ્થાપનાર હિન્દુ સેનાએ આજે જન્મદિવસ ઉજવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 મહિના પહેલા ગોડસેની પ્રતીમા સ્થાપતા કૉંગ્રેસના કાર્યકર્તાઓએ તોડી નાખી હતી

જામનગરમાં આજે હિન્દુ સેનાએ નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરી હતી. હિન્દુ સેનાએ પછાત વિસ્તારમાં જઈ બાળકોને બટુક ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. ગાંધીના ગુજરાતમાં ગોડસેનો જન્મદિન ઉજવાયો હતો. જામનગરમાં 8 મહિના પહેલા ગાંધીના હત્યારાની પ્રતીમાં સ્થાપનાર હિન્દુ સેનાએ આજે નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરી હતી.

જામનગરમાં હિન્દુ સેનાએ આજે નથુરામ ગોડસેના જન્મદિવસ નિમિત્તે પછાત વિસ્તારમાં જઈ બાળકોને બટુક ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. એટલું જ નહીં દર મહિનાની 19 તારીખે કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં બાળકોને શિક્ષણ, રમત-ગમત, બટુક ભોજન, હોસ્પિટલના બાળકોને ફ્રુટ, તેમજ અનોખી રીતે બાળકોના વિકાસ માટે હિન્દુ સેના પ્રયાસ કરશે.

નથુરામ ગોડસેના જન્મદિવસને યાદગાર દિવસ બનાવવા માટે દર મહિનાની 19 તારીખે હિન્દુ સેના કોઈ ને કોઈ સેવાકિય કાર્યક્રમ આપશે. આવા કાર્યક્રમ ગુજરાતના જિલ્લાઓમાં થશે. જામનગરથી શરૂઆત થયેલા આ કાર્યક્રમમાં હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, હિન્દુ સેનાના પ્રવક્તા ભાવેશ ઠુમ્મર, શહેર અધ્યક્ષ દિપક પિલ્લાઈ, જિલ્લા ઉપ પ્રમુખ ધીરેન નંદા, રાજકોટ પ્રભારી યોગેશ અમરેલિયા, ઉપ પ્રમુખ મયુર ચંદન, અભય બદીયાણી, સહિતનાઓ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમાં મુકવામાં આવી હતી. જેને લઈ વિવાદ સર્જાયો હતો. ત્યારે ગોડસેની પ્રતીમા સ્થાપતા કૉંગ્રેસના કાર્યકર્તાઓએ તોડી નાખી હતી. આજે હિન્દુ સેનાએ નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...