કૃષિ:સૌરાષ્ટ્રમાં જામનગર યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ, એક દિવસમાં 46654 મણ જણસ ઠલવાઇ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજમાના રૂ.2720, તલના રૂ.2270 ઉપજયા

જામનગર માર્કેટ યાર્ડમાં એક દિવસમાં કુલ જણસમાંથી કપાસની સૌથી વધુ 16392 મણ આવક થઇ હતી. સૌરાષ્ટ્રમાં જામનગર યાર્ડમા કપાસનો સૌથી વધુ રૂ.1805 ભાવ બોલાયો હતો. 1173 ખેડૂત આવતા જુદી-જુદી 46654 મણ જણસ ઠલવાઇ હતી. હરાજીમાં અજમાનો રૂ.2720, તલના રૂ.2270, જીરૂના રૂ. 2550 બોલાયા હતાં. જામનગર માર્કેટ યાર્ડમાં સોમવારે જણસની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. એક દિવસમાં કુલ 1173 ખેડૂત આવતા 46654 મણ જણસ ઠલવાઇ હતી. જે પૈકી કપાસની સૌથી વધુ 16392 મણ આવક થઇ હતી.

સોમવારે સૌરાષ્ટ્રમાં કપાસના સૌથી વધુ ભાવ જામનગર યાર્ડમાં રૂ.1805 ભાવ બોલાયા હતાં. બાજરીની 864, ધઉંની 6664, અડદની 508, મગફળીની 4870, અરેંડાની 1243, તલની 4050, લસણની 6228, જીરૂની 1515, અજમાની 1506, ધાણાની 564, સૂકી ડુંગળીની 1600 મણ આવક થઇ હતી. હરાજીમાં અડદના રૂ. 300-1435, ચોળીના રૂ.850-1400, મગફળીના રૂ.750-1260, તલના રૂ.1840-2270, રાયડાના રૂ.1000-1335, લસણના રૂ.285-910, કપાસના રૂ.1000-1805, જીરૂના રૂ.1800-2550 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...