તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરો તાપ:સપ્તાહમાં ગરમી 6 ડિગ્રી વધી, પારો 39એ પહોંચ્યો

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહતમ તાપમાનનો સેન્સેકસ ઉંચકાતા તીવ્ર ગરમીના કારણે બપોરના માર્ગો સૂમસામ, પંખા, એસી, કૂલર ઓન થયા

જામનગરમાં સપ્તાહમાં ગરમી 6 ડિગ્રી વધતા ઉનાળાના પ્રારંભે મહતમ તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે. જેના કારણે આકરો તાપ અને તીવ્ર ગરમીના કારણે બપોરના માર્ગો સૂમસામ જોવા મળ્યા હતાં. ગરમી વધતા પંખા, એસી., કૂલર ઓન થયા છે. શહેરમાં હોળી પહેલાં અંગ દઝાડતા તાપથી એપ્રિલ અને મે મહિનામાં અસહ્ય ગરમી પડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

જામનગરમાં સામાન્ય રીતે દર વર્ષે ઉનાળાની સીઝનમાં બે કે ત્રણ વખત મહતમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર જતું હોય બપોરના સમયે ગરમી તો સવારે અને રાત્રીના ઠંડક રહેતા ખુશનુમા વાતાવરણ જોવા મળે છે. પરંતુ આ વર્ષે ઉનાળાના પ્રારંભે એટલે કે માર્ચ મહિનામાં છેલ્લાં સપ્તાહમાં મહતમ તાપમાન 6 ડિગ્રી વધતા તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો છે.

શનિવારે મહતમ તાપમાન 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. ગરમી વધતા બપોરના સમયે અગનવર્ષાથી શહેરના મુખ્ય માર્ગો પર કુદરતી સંચારબંધી જોવા મળી હતી. જયારે વહેલી સવારે અને રાત્રીના પવનના કારણે લોકોએ ઠંડક અનુભવી હતી. શહેરમાં ઉનાળાની શરૂઆતમાં આકરી ગરમીના કારણે આગામી દિવસોમાં અસહ્ય ગરમી પડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

લૂ થી બચવા આટલી તકેદારી રાખો

 • ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું
 • ઉનાળાની ઋતુમાં ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા
 • બાળકો, સગર્ભ માતાઓ, વૃધ્ધો, અશકત વ્યકિતએ તડકામાં ન ફરવું
 • દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું, શકય હોય તો લીંબુનો શરબત બનાવીને પીવું જોઇએ.
 • ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાય તો અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.
 • ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું.
 • માથાનો દુ:ખાવો, બેચેની, ચકકર, ઉબકા કે તાવ આવે તો તુરંત નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલમાં તબીબની સલાહ અને સારવાર લેવી.

લૂ લાગ્યા બાદ સમયસર સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઇ શકે છે
ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવાના કેસ વધુ નોંધાતા હોય છે. જો લૂ લાગ્યા બાદ સમયસર સારવાર ન લેવામાં આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે. લૂ ના કેસમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે અને પરસેવો ખૂબ વધારે થાય છે. જેના કારણે શરીરનું તાપમાન ન ઘટતા શરીર અને પગમાં અસહ્ય દુ:ખાવો, ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી, ચકકર આવવા, શ્વાસ ચડવો અને હ્દયના ધબકારા વધી જવાની અસરો થાય છે.

સપ્તાહનું તાપમાન

તારીખતાપમાન
2034
2136
2236.6
2336
2434.5
2536.5
2637.5

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો