કામગીરી:PGVCLના વડાએ પાવર કામગીરીની સમીક્ષા કરી, અસરગ્રસ્ત વિસ્તારાેની મુલાકાત લીધી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલામતી પૂર્વ વીજળી પૂર્વવત કરવા સૂચના

હાલારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી મધ્યમ થી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારની સ્થિતિ જાણવા તેમજ વીજ પુરવઠો પુનઃ પૂર્વવત કરવા માટે પીજીવીસીએલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર હાલારના ગામોની મુલાકાત લીધી હતી. અને પીજીવીસીએલના સ્ટાફ તથા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને સલામતી જાળવીને વીજ પુરવઠો પૂર્વવત કરવાની સૂચના આપી હતી.હાલાર સહિત સૌરાષ્ટ્ર ભરમાં મેઘરાજા સતત મહેર કરી રહ્યા છે.ત્યારે હવામાન વિભાગે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

ત્યારે મંગળવારે હાલારને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે પીજીવીસીએલના જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર પ્રીતિબેન શર્મા શનિવારે હાલારના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. જ્યાં પીજીવીસીએલ ના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની ટીમના પાવર રીસ્ટોરની કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત આવતી ફરિયાદોનું સમયસર નિરાકરણ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી તેમજ પીજીવીસીએલના સ્ટાફ તથા કોન્ટ્રાક્ટર ના કર્મચારીઓને સલામતી જાળવીને વીજ પુરવઠા પૂર્વવત કરવાની સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...