તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વયંભુ લોકડાઉન:જામનગરની ગ્રેઇન માર્કેટ વધુ એક સપ્તાહ સ્વૈચ્છિક બંધ રહેશે

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધી સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનનો નિર્ણય

જામનગરમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બનતા ધી સીડસ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશને વેપારીઓને સર્વસંમતિથી ગ્રેઇન માર્કેટ સોમવારથી શુક્રવાર સુધી સવારે 8 થી 2 વાગ્યા સુધી ખુલી રાખવાનો અને શનિવાર અને રવિવારના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે વેપારીઓએ બપોર બાદ સ્વયંભુ દુકાનો બંધ રાખી હતી.

કોરોનાની વધુ વણસેલી પરિસ્થિતિને કારણે સંસ્થા દ્વારા બહુમતી સભ્યોના મત મુજબ પોતાના ધંધા રોજગાર વધુ એક સપ્તાહ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ ગ્રેઇન માર્કેટ તા.3 થી 7 મે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહશે. તા.8 અને 9 મે ના શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રહશે. વેપારી મિત્રોએ કોરોનાની ચેન તોડવા કટિબધ્ધતા દર્શાવી આ નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો