દીક્ષાંત સમારોહની તૈયારી:રાજ્યપાલનું જામનગરમાં સ્વાગત કરાયું, બુધવારે વાલસુરમાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનાના જવાનો દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર વડે આવકારાયા હતા

આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પોલીસ અધિક્ષક દિપન ભદ્રન, પ્રાંત અધિકારીઆસ્થા ડાંગર વગેરે અધિકારીઓએ રાજ્યપાલનું ભાવભીનું સ્વાગત કર્યું હતું તેમજ આ તકે, સેનાના જવાનો દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર વડે આવકારાયા હતા. રાજ્યપાલ આવતીકાલ તા. 17-11-2021ના રોજ નેવલ કેન્ટોન્મેંટ વાલસુરા ખાતે નેવી દ્વારા આયોજિત પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

જ્યારે જામનગર સુરા માં આવતી કાલે તાલીમ પૂર્ણ કરેલા સેનાના જવાનોના દીક્ષાંત સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ દેવદત્ત આચાર્ય ખાસ ઉપસ્થિત રહેશે.જામનગરના વાલસુરા નેવીમાં યોજાનારા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી રાજ્યપાલ પાસિંગ આઉટ પરેડ નિરીક્ષણ કરશે. તાલીમ પૂર્ણ કરનાર જવાનોને સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરશે. કાર્યક્રમ પૂર્ણ કરી રાજ્યપાલ ગાંધીનગર જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...