ખેડૂતોનો પોકાર:ખેતપેદાશ દાનમાં સ્વિકારવા સરકાર વ્યવસ્થા કરે: મુખ્યમંત્રીને રજૂઆત

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 મણ ડુંગળી, 1 મણ કપાસ, એરંડાનું કેર ફંડમાં દાન સ્વિકારવા માંગ

કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો પોતાની ખેત પેદાશ દાન કરવા માંગે છે તો સરકાર ખેડૂતોની ખેતપેદાશ દાનમાં સ્વિકારવા વ્યવસ્થા કરે તે માટે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ઇ-મેઇલ દ્વારા રજુઆત કરી છે.કોરોનાની મહામારીમાં સરકારને મદદરૂપ થવા ખેડૂતો 1 મણ ડુંગળી અને 1 મણ કપાસ તેમજ 1 મણ એરંડાનું દાન કરવા માંગે છે તો તે દાન સ્વિકારવા સરકાર વ્યવસ્થા કરે તે માટેની રજુઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ઇ-મેઇલ દ્વારા પત્ર પાઠવી રજુઆત કરી
ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ તેમજ ખેડૂત અગ્રણી ખંભાળિયાના વતની પાલભાઇ આંબલિયા દ્વારા પીએમ કેર ફંડમાં ખેડૂતોન પોતાની ખેતપેદાશ દાન કરવા માંગે છે.જેથી ખેડુતોનું આ દાન સ્વિકારવા સરકાર વ્યવસ્થા કરે તે માટે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ઇ-મેઇલ દ્વારા પત્ર પાઠવી રજુઆત કરી છે.વધુમાં જણાવ્યું છે કે,ખેડૂતો પાસે પૈસા ન હોવાથી વર્ષોથી ખેતપેદાશોનું જ દાન કરતા આવ્યા છીએ.હાલ ખેડૂતો દેવામાં ડુબેલા છે પણ તેમની પાસે ખેત પેદાશ વેચાયા વગરની પડી છે અને રોકડ નાણા જ નથી જેથી ખેતપેદાશ દાન કરવા માંગ છે.સરકાર આ ખેતપેદાશોનું દાન સ્વિકારવા વ્યવસ્થા કરે તેવી માંગણી કરી છે.

ખેત ઓજારોનું દાન સ્વિકારાય તો ખેતપેદાશોનું કેમ નહીં
 આ સરદાર પટેલ સ્ટેચ્યુના નિર્માણ વખતે સરકાર દ્વારા ખેતઓજારોનું દાન સ્વિકારવામાં આવ્યું હતું. તો પીએમ કેરમાં ખેત પેદાશનું દાન સ્વિકારવું જોઇએ. - પાલભાઇ આંબલિયા, કિસાન કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...