તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુ કરવું?:સરકાર વેક્સિન માટે અપીલ કરે પરંતુ જામનગરમાં આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નથી

જામનગર13 દિવસ પહેલા
 • શહેરમાં 50 ટકા ઉપર આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિન નથી
 • વેક્સિન માટે લોકોને ધક્કા ખાવા પડે છે

રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જ્યારે છેલ્લા એક સપ્તાહથી જામનગરમાં 700થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાય રહ્યા છે. કોરોના સામે લડાઈ માટે લોકોને વેક્સિન લેવા તેમજ ટેસ્ટ કરવા માટેની અપીલ કરવામાં આવે છે.

પરંતુ જામનગરમાં વેક્સિનનો જથ્થો પુરતો ન હોવાથી અનેક વેક્સિન કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે. તો ટેસ્ટ માટેની કીટ પણ પુરતી ન હોવાથી ટેસ્ટ કરવા આવતાને ધકકા થઈ રહ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે.

હાલ જામનગરમાં 18થી વધુ નહી ઉમરના લોકો જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ હોય તેમને વેક્સિન મળી શકે છે.

હાલ સુધી જે 45થી વધુ ઉમરના લોકોને સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિન મળી શકતુ પરંતુ હાલ પુરતો જથ્થો ન હોવાથી અનેક વેક્સિનેશન કેન્દ્ર પર આ કામગીરી બંધ કરવામાં આવી છે. આમ છતા અધિકારી સબસલામતનો દાવો કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો