તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોખને બનાવ્યો વ્યવસાય:જામનગરની યુવતીઓએ લોકડાઉનમાં સમયનો સદ્દઉપયોગ કર્યો

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન કોર્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખાલી સમયમાં ભણી લીધા જીવતરના પાઠ

જામનગરની યુવતીઓએ લોકડાઉનમાં ઘર બેઠા ખાલી સમયનો સદઉપયોગ કરીને આવકનો સ્ત્રોત ઉભો કર્યો છે. લોકડાઉન 1 અને 2 માં ઓનલાઈન કોર્સ કરી તથા સોશીયલ મીડિયામાં વીડિયો જોઇને પોતાના શોખની પ્રવૃત્તિને વ્યવસાયનું માધ્યમ બનાવી સારી આવક રળી રહી છે. જેમાં બેકરી આઈટમ જેવી કે કેક, ચોકલેટ, બ્રાઉનીનો ઓનલાઈન તથા ઓફલાઈન વ્યવસાય શરૂ કર્યો છે. તદઉપરાંત ડીજીટલ માર્કેટીંગ અને અન્ય દેશના ફાયનાન્સને લાગતા કોર્સ કરીને નોકરીની ઉત્તમ તક તથા માર્કેટિંગની નવી પદ્ધતિ મેળવી છે જે વ્યવસાયમાં ખૂબજ ઉપયોગી થાય છે તેમ જામનગરની યુવતીઓએ જણાવ્યું છે.

ઑનલોક થતા પાર્લર શરૂ કર્યું
ખાલી સમયમાં સોશ્યલ મીડિયામાંથી વીડિયો જોઈને અને માતા પાસેથી પાર્લરની તમામ નાની વસ્તુઓ શીખી છે. ઑનલોક થતા પાર્લરનું તમામ કામ કરું છું અને ધરે ધરે જઇ પાર્લરનું કામ કરૂં છે. તેમાં સારી આવક મળે છે. ભવિષ્યમાં મોટું પાર્લર કરવાની ઈરછા છે.> માનસી સોનીગ્રા, જામનગર.

બ્રાઉનીનું ઓન લાઇન વેંચાણ કર્યું
બ્રાઉની બનાવવનો ખૂબ શોખ છે. મારા પરિવાર અને મિત્રો ખૂબ પસંદ આવતી હતી. આથી પરિવારની પ્રેરણાથી લોકડાઉનમાં બ્રાઉનીનું ઓનલાઇન વેંચાણ શરૂ કર્યું. જેને સારો પ્રતિસાદ મળ્યો અને વેંચાણ સરસ ચાલી રહ્યું છે. આથી ભવિષ્યમાં પોતાનો બ્રાઉની સ્ટુડિયો ખોલવાની ઈરછા છે.> આંશી શાહ, જામનગર.

કેક બનાવવાનું શીખી વેપાર કર્યો
લોકડાઉનના સમયમાં માત્ર 1 મહિનામાં કેક બનાવતા શીખી હતી. કેક બનાવાની ખૂબ મજા આવે છે. અલગ અલગ ફેલવર્સ અને જુદા-જુદા પ્રકારની કેક જેવી કે 2 અને 3 લેયર, બાર્બી કેક તેમજ અલગ અલગ કુકીઝ જેવી કે વિટ, ઓલગ્રેન,ઓટ કૂકઝીનું ઓનવેચાણ કરી રહી છું.> ધાનશી સારડા, જામનગર.

કેક બનાવવા રો-મટિરિયલનું વેચાણ
કેક બનાવવાનો શોખ છે જેથી લોકડાઉનમાં બનાવતી હતી અને ખૂબ જ સારી બનતી હતી. નવી નવી ફેલવર્સ વાળી અને અલગ અલગ પ્રકારની કેક બનાવતી હતી. પરંતુ કેક ડેકોરેશન માટે ફેન્સી વસ્તુઓ મળતી નથી. જેથી કેકના વેચાણ સાથે રો મટિરિયલના વેચાણની દુકાન શરૂ કરી છે.> મેઘા કારીયા, જામનગર.

ફાયનાન્સને લગતા સર્ટિફિકેટ કોર્સ કર્યા
લોકડાઉનમાં ખાલી સમયનો ઉપયોગ કરીને અન્ય દેશના 19 ફાયનાન્સને લગતા સર્ટિફિકેટ કોર્સ કર્યા હતા. આથી બેંકમાં ખૂબ જ સરળતાથી નોકરી મળી હતી. વળી, કોર્સમાં શીખેલી બાબતથી નોકરીમાં સારૂ કામ કરી શકું છું.અામ લોકડાઉનના સમયનો સદ્દઉપયોગ કર્યો છે. > નિયતિ પંડયા, જામનગર.

ખાલી સમયમાં ઓનલાઈન કોર્સ
લોકડાઉનના ખાલી સમયમાં ઓનલાઈન ડિજિટલ માર્કેટીંગના કોર્સ કર્યો હતો. તદઉપરાંત સોશ્યલ મીડિયામાંથી ડિજિટલ માર્કેટીંગની પધ્ધતિ શીખવાથી લોકડાઉનમાં ઓનલાઈન વેપાર કરવામાં મદદ મળી અને વેચાણમાં પણ તેને લીધે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.> હિના સોમૈયા, જામનગર.

અન્ય સમાચારો પણ છે...