ગુપ્તાંગ કાપીને ફેંકી દીધું હતું:કિશોરની હત્યાના કેસમાં યુવતીના પ્રેમીનો પિતા પકડાયો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામે થયેલા 12 વર્ષના બાળકની નિર્મમ હત્યાનો ભેદ ઉકેલાયો

જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામે 12 વર્ષના બાળકની નિર્મમ હત્યા કર્યા બાદ તેનું લીંગ કાપી લેવામાં આવ્યું હતું. આ ધુણાસ્પદ હત્યાના એક મહિના બાદ એલસીબી તથા પંચ-એ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હત્યામાં સંડોવાયેલા અારોપીની ધરપકડ કરી છે. બાળકને તેની પરીવારની યુવતિના પ્રેમસંબંધની જાણ થઇ જતાં પ્રેમીના પિતાએ તેની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામની સીમમાંથી ગત તા. 7/12/2022 ના રોજ 12 વર્ષનો બાળક પંકજ કાળુભાઇ ડામોરની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હત્યા બાદ બાળકનું લીંગ પણ કાપી લેવામાં આવ્યું હતું. જે ઘટનાથી પોલીસ પણ સ્તબ્ધ બની ગઇ હતી.

દરમિયાન પોલીસે એક મહિના સુધી આ હત્યાનો ભેદ ઉકેલવા માટે દિવસ રાત એક કર્યા બાદ પરંતુ કોઇ સુગાળ મળતો ન હતો, દરમિયાન એલસીબી તથા પંચ-એને આ ગુનામાં શંકમદ તરીકે હેમત અપુભાઇ વાખલા નામના શખસ પર શંકા જતાં તેને પ્રયુતીપૂર્વક પુછપરછ કરતાં તે ભાગી પડયો હતો અને તેણે કબુલાત આપી કે, તેના પુત્ર દિવ્યેશને બાળકના પરીવારની અેક યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ બાળકને થઇ જતાં હેમતે બાળક પંકજને આ અંગે કોઇને જાણ ન કરવા સમજાવવા છતાં પંકજ સમજયો ન હતો.

જેથી હેમતે ધાર્યા વડે તેના શરીરે ગંભીર ઇજા કરી હત્યા કરીને તેનો ગુપ્ત ભાગને કાપી નાખ્યો હતો અને બાદમાં ત્યાંથી નીકળી ગયો હતો. હત્યાની ભેદ ખુલી જતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો અને આરોપીની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

તપાસને ગેરમાર્ગે દોરવા લીંગ કાપ્યું

બાળક પંકજની હત્યા બાદ આરોપી હેમતે તેનું લીંગ કાપીને ફેંકી દીધું હતું, જેનાથી પોલીસ ચોંકી ઉઠી હતી અને તેને પ્રથમ તો આ કોઇ મેલીવિદ્યા માટે બાળકની હત્યા તો નથી થઇ તે દિશામાં તપાસ કરી હતી, પરંતુ પ્રાથમિક તપાસ બહાર આવ્યું છેકે, આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા લીંગને કાપીને ફેંકી દીધું હતું જેથી તપાસ અન્ય દિશામાં ફટાઇ જાય અને તેના તરફ કોઇ શંકા ન જાય.

આરોપીએ અગાઉ પણ બબ્બે ખૂન કર્યા હાેવાનો ધડાકો
બાળકની હત્યામાં ઝડપાયેલ અારોપી હેમત સામે વર્ષ 2012માં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હત્યા અને કાવતરાનો ગુનો નોંધાયો છે, જેમાં તેને લૂંટ કરવા જતાં મકાનમાલિકનું ખુન કર્યુ હતું તેમજ દાહાેદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરૂધ્ધ લૂંટ, ખૂનનો ગુનો નોંધાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...