તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૈત્રી કરાર મોંઘો પડ્યા:યુવતીના ભાઈએ પ્રેમીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો, યુવક-યુવતી દોઢ વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • દોઢેક વર્ષથી બન્ને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા
  • પેટના ભાગે છરીના ઘા મારી યુવાન ઘાયલ

કાલાવડ તાલુકાના નવાગામમાં બહેન સાથે મૈત્રી કરાર કરી રહેતા એક યુવાન અને સગી બહેન પર ભાઇએ હુમલો કરી ઘાતક ઇજા પહોંચાડયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. પોણા બે વર્ષ પૂર્વે યુવાનને પ્રેમ સંબંધ બંધાયા બાદ છેલ્લા દોઢેક વર્ષથી બન્ને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. જો કે યુવતીના ભાઇને આ સંબંધ પસંદ ન પડતા તેઓએ આ વારદાતને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પેટના ભાગે છરીના ઘા મારી યુવાનની હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હોવાની આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં રામ મંદિરવાળી શેરીમાં રહેતા જસ્મીનભાઇ ઉર્ફે લાલો બાબુભાઇ જાદવભાઇ તાળા નામનો યુવાન ગત તા.11મી ના રોજ રાત્રે પોણા દસેક વાગ્યાના સુમારે પોતાના ઘરે હતો ત્યારે રાજકોટ રહેતા ખોળાભાઇ જયંતિભાઇ વઘાસીયાએ ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. છરી જેવા જીવલેણ હથિયાર સાથે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી આરોપી ખોળાભાઇએ તેની સગી બહેન નિશા પર છરીથી હુમલો કરી એક ઘા ફટકાર્યો હતો. દરમ્યાન વચ્ચે પડેલા જસ્મીનભાઇ પર સિલાઇ મશીન પર પડેલી કાતર વડે હુમલો કરી, જાનથી મારી નાખવાના ઇરાદે પેટના ભાગે એક ઘા મારી ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી હતી.

આ વારદાતને અંજામ આપી આરોપી નાશી ગયો હતો. જયારે ગંભીર રીતે ઘવાયેલા યુવાન અને યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલાનો ભોગ બનેલ જસ્મીનને બે વર્ષ પૂર્વે ઘવાયેલ યુવતી એવી આરોપીને બહેન નિશા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને દોઢ વર્ષ પૂર્વે બન્ને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. આ બાબતના મનદુ:ખને લઇને આરોપીએ હુમલો કર્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે સારવાર લીધા બાદ જસ્મીનભાઇએ આરોપી સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં આઇપીસી કલમ 307, 323, 504, 506(2) તથા જીપીએકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...