જામનગર શહેરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જામનગર શહેરમાંથી એક જાગૃત નાગરીકે 181માં ફેાન કરી મદદ માગતા જણાવ્યુ હતું કે, કોઈ મહિલા રાતે આંટા મારે છે. ત્યારે કોઈ વ્યક્તિ દ્વારા તેને પૂછપરછ કરતા તે કોઈ જવાબ આપતી નહોતી અને દોડીને બાજુના ઘરની છત પર ચઢી ગઈ હતી. ઘણું સમજાવવા છતાં નીચે આવી નહોતી. અને ત્યારે નામ સરનામું પણ જણાવતી નહોતી.
અભયમ ટીમે યુવતીનું કાઉન્સિલીંગ કરી પરત તેના ઘરે પહોંચાડી
જેથી તૈયારીમાં જામનગર અભયમની ટીમના કાઉન્સિલર શીતલબેન સોલંકી, એ.એેસ.આઇ તારા બેન, પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સ્થળ પર પહોંચી ગયા હતા, અને પીડિતાને આશ્વાશન આપી તેનુ કાઉન્સિલીંગ કર્યું હતું. ત્યારે પીડિતા દ્વારા અલગ-અલગ સરનામાં તથા મોબાઇલ નંબર કહેવામાં આવતા હતા. જોકે અભયમની ટીમે તે તમામ એડ્રેસો ઉપર પૂછપરછ કરી હતી. ત્યારે તેમાંથી એક સરનામું મળતા ટીમ પીડિતાને તેના ઘર સુધી લઈ ગઈ હતી. જ્યાં તેના પિતા સાથે વાત કરી પૂરી માહિતી લીધી હતી. ત્યારે પીડિતાના પિતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમની દીકરીને માનસિક બીમારી હોવાથી તેને ઘરની બહાર નથી જવા દેતા. જોકે કાલે તે પોતે જ ઘરેની બહાર નીકળી ગઈ હતી. જેથી કાલનો આખો પરિવાર તેની શોધમાં હતો.
યુવતીના પરિવારે અભયમનો આભર વ્યક્ત કર્યો
દીકરીની માનસિક બીમારીની દવા ચાલુ હતી. તેમજ તેના પિતાને મેન્ટલ હેલ્થ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારે ટીમ દ્વારા હવેથી દીકરીનું ધ્યાન રાખી અને તેને સાચવવાનું કહેવામાં આવ્યું હતું. પીડિતાને પણ આવી રીતે ઘરેથી ન નીકળવા સમજાવાયું હતું. પીડિતાને પરિવાર સાથે પુનઃમિલન કરાવતા પરિવારે 181 ટીમનો આભાર વ્યક્ત કર્યા હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.