આત્મહત્યા:કાલાવડના નિકાવામાં યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માતાના નિધન પછી શોકમાં માનસિક અસ્થિરતાનો ભોગ બની હતી

કાલાવડના નિકાવામાં રહેતા એક યુવતીએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં ચારણવાસમાં રહેતા નાથીબેન બાલાભાઈ માલવીયા નામની 27 વર્ષની યુવતીએ શુક્રવારે સવારે પાંચ વાગ્યાથી બપોરના સાડા ત્રણ વાગ્યા દરમિયાન લાલજીભાઈ મારવીયા નામના ખેડૂતના ખેતર નજીક આવેલા પાણીના વોકળા પાસે લીમડાના ઝાડમાં ગળાફાંસો ખાધો હતો.

આ બાબતની બપોરે જાણ થતાં પિતા બાલાભાઈ વિજાભાઈ માલવીયાએ તેણીને નીચે ઉતારી પોલીસને વાકેફ કરી હતી. દોડી આવેલા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે તે મહિલાને ચકાસતા તેણી મૃત્યુ પામેલી જણાઈ આવી હતી.

પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પિતા બાલાભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ નાથીબેનના માતા અને બાલાભાઈના પત્ની લખુબેનનું સાતેક વર્ષ પહેલા અવસાન થયું હતું. માતાના નિધન પછી અવાચક રહેતી પુત્રી નાથીબેન માનસિક બીમારીનો ભોગ બની હતી અને તેના કારણે પોતાની જાતે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...