તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:રેલવેનું 267 નંબરનું ફાટક બંધ કરવાનું ભૂત ફરી ધૂણ્યું: સમગ્ર ભાટિયાનો વિરોધ

ભાટિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. - Divya Bhaskar
નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ.
  • ફાટક બંધ કરવાના વિરોધમાં આગેવાનો અને ગ્રામજનોએ રેલવે વિભાગને આવેદનપત્ર પાઠવ્યું

ભાટીયા ગામમાં કુષ્ણનગર વિસ્તાર અને મુખ્ય ભાટીયા ગામને ભાટીયાની મધ્યમાથી નીકળતુ ફાટક નં ર૬૭ જોડાયેલ રાખે છે આ પહેલ બે વખત રેલ્વે દ્રારા આ ફાટક બંધ કરવાના ફરમાનો કરેલ ત્રણ વષ્ર્ા પહેલા પણ આ વ રીતે આ ફાટક બંધ કરવા સુચવાયુ પરંતુ જે તે સમયે લોકોનો પુર્ણ વિરોધ જોતા તે સમયે આ કર્યવાહી રેલ્વે દેવા રોકાવી દેવામા આવી હતી.પરંતુ ફરી એક વખત રેલ્વે વિભાગ દ્રારા આ ફાટકને લઈ ફરી બંધ કરવાનો નિર્ણય લેવાતા ભાટીયાના કુષ્ણનગર વિસ્તારમા લોકોએ ભારે વિરોધ કરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

ભાટીયાના કુષ્ણનગર વિસ્તારના તાલુકા પંચાયત સદસ્ય પુષ્પાબેન પરમાર ની આગેવાની હેઠળ , તા.પં.પ્રમુખ નગાભાઈ ગાધેર,સતવારા સમાવ આગેવાન તથા ભાજપ મંત્રી ડી.એલ.પરમાર, સ્થાનિક આગેવાન વિજયભાઈ પરમાર,જેરામભાઈ નકુમ,વસરામભાઈ સોનગરા તથા કુષ્ણનગરના તમામ આગેવાનો અને લોકોએ ભેગા થઈ રેલ્વેના આ ફતવા વિરુધ્ધ સુત્રોચાર કરી અને અનેક મુદાઓની છાણવટ કરતી અને ફાટકની જરૂરીયાના મુદા સહીતની અરજી સ્થાનીક રેલ્વે વિભાગને આપેલ તથા જો નીર્ણય પાછો નહી ખેચવામા આવે તો ઉગ્રઆદોંલન કરવાની પણ આગેવાનો તથા પ્રજાએ ચીમકી ઉચ્ચારી હતી.

ફાટક નં ર૬૭ કેમ જરૂરી તેના વીશે જોવા જઈએ તો 3500થી 4000ની વસ્તી ધરાવતો કુષ્ણનગર વિસ્તાર રોજીદુ આવવા જવા માટે તેનો ઉપયોગ કરે છે.આ માર્ગથી કેનેડી ના ચગડીયા વિસ્તાર સુધીના તમામ ખેડુતો પોતાના ખેતરે આવવા જવા માટે આ મર્ગનો ઉપયોગ કરે છે આ ફાટક બંધ થાય તો આ તમામ ને ખુબ મોટી હાલાકીનો સામનો કરવો પડે.ફાટકની બનેં બાજુ સરકારી તથા પ્રઈવેટ સ્કુલો,આગંણવાડીઓ આવેલ જયાથી કુષ્ણનગર તથા ભાટીયા ગામના વિધ્યાથીંઓ આવ જા કરે છે તથા સ્કુલ બસ અને તેને લગતા અનેક વાહનો પસાર થાય છે. આ ફાટકની બને બાજુ દેવાલયો તથા મંદીરો આવેલ હોય અનેક શ્રધ્ધાળુઓ અને ભકતજનો આબાલ વુધ્ધ બધા આ ફાટકથી થઈને પસાર થાય છે. આ વિસ્તારના આગેવાનો દ્રારા કુષ્ણનગર વિસ્તારના કરોડરજુ સમાન આ ફાટકને ગણવામા આવ્યુ જે બંધ થતા સમાજીક અને આર્થિક ખુબ જ મોટી અસરો ઉભી થઈ શકે જે ખોટ કોઈ પ્રકારના નાણાથી ન ભરી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...