પક્ષ વિરૂદ્ધ પવૃતિ કરતા કાર્યવાહી:જામનગર તાલુકાના મહામંત્રી પ્રવીણ કટેશીયાને જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા દ્વારા આજરોજ જામનગર તાલુકા મહામંત્રી પ્રવીણ કટેશીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમજ જણાવ્યું હતું કે, તાલુકા ભાજપ મહામંત્રી દ્વારા પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરાતી હોવાની અનેક ફરિયાદ મળી છે ત્યારબાદ તે ફરિયાદની તપાસ કરી તેના આધારે પ્રવીણ કટેશીયાને તાલુકા મહામંત્રી તથા પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

બે દિવસ પહેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખે રાજીનામું ધર્યુ હતું
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે રાજીનામાનો દોરની સાથે સાથે પક્ષ વિરૂદ્ધ કામગીરી કરનારા સામે કાર્યવાહી જે તે પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. આજે જિલ્લા ભાજપ પ્રમુખે તાલુકા મહામંત્રી પ્રવીણ કટેશીયાને પક્ષ વિરૂદ્ધની કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. બે દિવસ પહેલા જામનગરમાં સતવારા સમાજના અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભનાભાઇ ચૌહાણે રાજીનામું દીધું હતું. સતવારા સમાજની એક મીટીંગ હતી. જેમાં ભાજપ-કોંગ્રેસને મત નહીં આપવા સમાજમાં હાકલ કરાઈ હતી. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે ભનાભાઈ ચૌહાણે સમાજના આગેવાનો સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જઈને રાજીનામું ભરી દીધું હતું. ત્યારે પણ જામનગર તાલુકા ભાજપ મહામંત્રી પ્રવીણ કટેશીયા સાથે હતા. તે જોતા લાગી રહ્યું છે કે તેના અનુસંધાને ભાજપે કડક કાર્યવાહી કરી છે. પ્રવીણ કટેશીયાને તાલુકા ભાજપ મહામંત્રી અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...