તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આઠ માસ પુર્વે મૃત્યુ પામેલા પાકિસ્તાની નાગરિકની આખરે જામનગરમાં દફનવિધિ

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજની જેલમાં રહેલા પાક.ના નાગરિકનુ મૃત્યુ થયુ હતું, હોસ્પિટલના કોલ્ડરૂમમાં 8 માસથી રખાયો હતો

ભૂજની જેલમાં એક પાકિસ્તાની નાગરીકનુ આઠેક માસ પુર્વે મૃત્યુ નિપજયુ હતુ જેના મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે જામનગર લઇ આવવામાં આવ્યા બાદ કોલ્ડરૂમમાં રખાયો હતો, 8 માસ બાદ શુક્રવારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને દફન વિધી કરાઇ હતી. પાકિસ્તાનના નાગરીક ઇમરાન કામરાન (ઉ.વ.38) નામના યુવાનનુ લગભગ આઠેક માસ પુર્વે ભુજની જેલમાં મૃત્યુ નિપજયુ હતુ.જેના મૃતદેહને જામનગરની જી.જી.હોસ્પીટલમાં પોષ્ટમોર્ટમ કરાયા બાદ મૃતદેહને કોલ્ડરૂમમાં રખાયો હતો.

બંને દેશ વચ્ચે કાયદાકિય કાર્યવાહી બાદ આઠ માસ બાદ મૃતકની દફનવિધિ માટે મંજુરી અપાઇ હતી. મૃતદેહને કોલ્ડરૂમ ખાતેથી ભુજ પોલીસ અને અધિકારીઓની હાજરીમાં બહાર કાઢી મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ ઝાલા, હિતેશગીરી ગોસાઇ, બશીરભાઇ સફીયા વગેરેએ ઢોલીયા પીરની દરગાહમાં દફનવિધિ કરી હતી. પ્રોટોકોલ પ્રમાણે પ્રાંત અધિકારી, ભુજના પીઆઇ સહિતના અધિકારી અને સ્ટાફ ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...