તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પેરોલ પરથી ફરાર આજીવન કેદનો આરોપી ઝડપાઈ ગયો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી ટીમે પકડી પાડી જેલમાં ધકેલ્યો

જામનગરમાં આઠેક વર્ષ પુર્વે સીટી બી પોલીસ મથકના હત્યાના એક ગુનામાં આરોપીને આજીવન કેદની સજા થઇ હતી જે આરોપી પેરોલ પર છુટી ફરાર થતા એસઓજી પોલીસે તેને દબોચી લીધો હતો અને ફરી જેલમાં ધકેલી દેવા તજવિજ હાથ ધરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં લગભગ આઠેક વર્ષ પુર્વે સીટી બી પોલીસ મથકમાં આરોપી વિનોદ રાજનભાઇ રાઠોડ (રે.એરોડ્રામ રોડ,રાવળવાસ,ખેતીવાડી સામે) સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.જે ગુનામાં કોર્ટએ તેને આજીવન કેદની સજા કરી હતી. ત્યારબાદ આરોપીને રાજકોટની જીલ્લા જેલમાં ધકેલી દેવાયો હતો.જે દરમિયાન ગત વર્ષ 2019માં પેરોલ પર છુટયા બાદ આરોપી ફરી જેલ ખાતે હાજર ન થતા ફરાર થયાનુ સામે આવ્યુ હતુ.

જે ફરાર આરોપી વિશે એસઓજીની ટીમે બાતમી મળતા વોચ ગોઠવી આરોપી વિનોદ રાજનભાઇને પકડી પાડી ફરી જેલમાં મોકલવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી.આ આરોપી એકાદ વર્ષથી નાસતા ફરતો રહયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...