આઈસીએઆઈની જામનગર શાખા વેસ્ટર્ન ઈન્ડીયા રીજીયોનલ કાઉન્સીલ ઓફ ધ ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયા ખોડિયાર કોલોની રોડ પર મયુર કોમ્પલેક્ષ ખાતે કાર્યરત છે.
મુખ્ય અતિથીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન યોજાયું
જામનગર ખાતે ઈતિહાસ તરફ આગળ વધીને આઈસીએઆઈ ન્યુ દિલ્હીના યોગદાનથી તથા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી શરૂ સેકશન રોડ પર પોલીસ હેડક્વાર્ટરની પાછળ ગોલ્ડન સિટીની બાજુમાં વિશાળ જગ્યા પર નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. જેમાં મુખ્ય અતિથી તરીકે આઈસીઆઈ ન્યુ દિલ્હીના પ્રેસિડેન્ટ સીએ ડો. દેબાસિસ મિત્રા તથા અતિથી વિશેષ તરીકે અમદાવાદના હાલ આઈસીએઆઈ ન્યુ દિલ્હીના વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત સુનિલ તલાટીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયું હતું.
અદ્યતન બિલ્ડિંગના નિર્માણથી સીએના વિદ્યાર્થીઓને ફાયદો થશે
સીએ અનિકેત તલાટીએ આ તકે જણાવ્યું હતું કે, અંદાજિત ચાર કરોડના ખર્ચે આ જમીન લેવામાં આવી છે તેમજ પાંચ કરોડના ખર્ચે બિલ્ડિંગનું નિર્માણ થશે. આ અદ્યતન બિલ્ડિંગના નિર્માણથી જામનગર સહિત સૌરાષ્ટ્રભરના સીએના વિદ્યાર્થીઓ ખૂબ જ ફાયદો થશે. આ બિલ્ડિંગમાં લાઈબ્રેરી, સેમિનાર હોલ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે.
કાર્યક્રમની સફળતા માટે વિવિધ અગ્રણીઓેએ જહેમત ઉઠાવીઆ કાર્યક્રમની સફળતા માટે જામનગર શાખાના ચેરપર્સન સીએ દીપા ગોસ્વામી, વાઈસ ચેરપર્સન સીએ પ્રતિક ચાંદ્રા, સેક્રેટરી સીએ પ્રિતેષ મહેતા, ખજાનચી સીએ મહદમ સફી કુરેશી અને જામનગર બ્રાંચ ઓફ WICASAના ચેરપર્સન સીએ હરદીપસિંહ જાડેજા મેનેજિંગ કમિટીના સભ્યો, સીએ જયદીપ રાયમંગીયા તથા પૂર્વ ચેરમેનો તથા જામનગરના સીએના સભ્યો તથા WICASA કમિટિના સભ્યો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.