• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Food Department Of Jamnagar Municipality Conducted An Investigation Keeping In Mind The Festival Of Holi, Samples Were Taken And Sent For Investigation.

પતાસાના કારખાના પર દરોડો:જામનગર મનપાના ફૂડ વિભાગ દ્વારા હોળીના પર્વને ધ્યાન પર લઈ તપાસ હાથ ધરી, સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હોળી- ધુળેટીના તહેવારને લઈને જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા પતાસા બનાવવાના એક કારખાના પર દરોડો પાડયો હતો, અને ત્યાંથી પતાસાને લગતા જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે.

જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર જગડના ડેલામાં ધીરજલાલ ભગવાનદાસ નામના વેપારી દ્વારા પતાસા બનાવવાનું કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આજ સવારે મહાનગરપાલિકાની ફૂડ શાખા સ્થળ પર પહોંચી જઈ દરોડો પાડવામાં આવ્યો હતો. જયાંથી તૈયાર પતાસાના સેમ્પલો તેમજ તેમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુ વગેરેના સેમ્પલો લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે અને સાફ સફાઈ અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...