દશેરાના તહેવારને લઈ ચેકીંગ:ફૂડ શાખા દ્વારા શહેરમાં ગાંઠિયા જલેબી સહિત 28 દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ દુકાનો પરથી 52 સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી અપાયા

જામનગર મનપાની ટીમ દ્વારા દશેરાના તહેવારને અનુલક્ષીને ગાંઠિયા અને જલેબીની દુકાનોમાં તપાસ હાથ ધરવામા આવી હતી. ટીમ દ્વારા 28 દુકાનોમાં તપાસ કરી 52 જેટલા સેમ્પલ એકત્ર કરવામા આવ્યા હતા.

દશેરાના તહેવાર પર ગાંઠિયા જલેબીનું ધૂમ વેચાણ થતું હોય છે ત્યારે તેમાં ભેળસેળ થતી અટકાવવા માટે જામનગર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આવેલી દુકાનો પર ચેકીંગ હાથ ધર્યું હતું. ટીમો દ્વારા 28 જેટલી દુકાનોમાં ચેકીંગ કરી સેમ્પલ એકત્ર કરવામા આવ્યા હતા અને તપાસ અર્થે મોકલી અપાયા હતા. જેના રિપોર્ટ તહેવાર બાદ આવશે. એટલે કે, લોકો ગાંઠિયા જલેબી આરોગી લેશે ત્યારબાદ માલૂમ પડશે કે તે ખાદ્ય હતા કે અખાદ્ય.

અન્ય સમાચારો પણ છે...