રાજ્યમાં ચોમાસાના પ્રારંભ પૂર્વ જ જામનગર મહાનગર પાલિકાનું તંત્ર એક્શનમાં આવી ગયું છે.
મહાનગર પાલિકાના ફાયર ટર્મીનલ સ્ટેશનમાં આજથી સત્તાવાર રીતે ફલડ કંટોલ રૂમનો પ્રારંભ કરવામા આવ્યો છે. દરરોજ ત્રણ સીફ્ટમાં રાઉન્ડ ધ કલોક ચાલનારા કંટ્રોલ રૂમનુ ઉદ્ઘાટન મેયર બીનાબેન કોઠારીના હસ્તે કરવામા આવ્યું હતું. આગામી 30 નવેમ્બર સુધી આ કંટ્રોલ રૂમમા એક ઇજનેર, કલાર્ક અને પટ્ટાવાળાની ફાળવણી કરવામા આવી છે. કંટ્રોલ રૂમ સીધા કમિશ્નરના માર્ગદર્શન હેઠળ જ ફરજ બજાવશે.
ચોમાસા દરમિયાન આ કંટ્રોલ રૂમ અંતર્ગત શહેરના કુલ 16 વોર્ડમાં સીફ્ટ પ્રમાણે બે નાયબ કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ 16 એન્જીનીયર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્યની ટીમ, સોલિડ વેસ્ટ શાખાની ટીમ, આરોગ્યની ટીમ ફરજ બજાવશે. ભારે વરસાદના કારણે જે પણ વિસ્તારમા પાણી ભરાવાની કે અન્ય કોઇ સમસ્યા સર્જાશે તો ત્યા સ્થળાંતરથી માંડીને ફુડ પેકેટ વિતરણ સુધીની વ્યવસ્થા આ કંટ્રોલ રૂમ દ્વારા કરવામા આવશે.
ચોમાસા દરમિયાન કોઇપણ સ્થળે અકસ્માત કે મુશ્કેલી સર્જાઈ તો ફોન નં 0288-2672208,9099824101,9099112101 નંબર ઉપર ફરિયાદ અથવા તો જાણ કરવા માટે શહેરીજનોને અનુરોધ કરવામા આવ્યો છે. ફલડ કંટ્રોલના ઉદ્ઘાટન સમયે મેયર ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારીયા, ડે.મેયર તપન પરમાર, મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી, ઇન્ચાજસ સીટી ઇજનેર ભાવેશ જાની નાયબ કમિશ્નર વસ્તાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા સહિતના અધિકારીઓ -પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.