તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Flag Was Hoisted On The Second Fine Pillar As Part Of An Alternative Arrangement For Lightning Strikes On The Flag Of Drarakadhish Temple.

અડધી કાઠીએ ધ્વજા:દ્રારકાધીશ મંદિરની ધ્વજા પર વીજળી પડતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બીજા દંડ સ્તંભ પર ધ્વજા ફરકાવાઈ

જામનગર13 દિવસ પહેલા
  • વીજળી પડતા દંડ સ્તંભને થયું છે સામાન્ય નુકસાન
  • જગતમંદિર પર દરરજો ચડાવવામા આવે છે 5 ધ્વજા

દ્વારકાના જગતમંદીર પર વીજળીનો સ્પર્શ થતા ધ્વજાજી અને દંડને તથા પાટલીને થોડી નુકશાની પહોંચી હતી. વીજળીના આલિંગનથી થયેલ ક્ષતિને કારણે આસ્થાની પ્રતીક ધ્વજાજી અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે.

ગઈ કાલે બપોરે ભારે વરસાદ વચ્ચે ચાર ધામ પૈકીના એક એવા દ્વારિકાના દ્વારકાધીશ મંદિરના શિખર પર આકાશી વીજળી ખાબકી હતી. આ અલૌકિક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ છવાયો હતો. વીજળીના આલિંગનથી શિખર પરની ધ્વજા અને દંડને આંશિક નુકશાની થઈ હતી. આ ઉપરાંત ધ્વજા ચડાવવા માટેની પાટલીના બે ભાગને પણ નુકસાન પહોંચ્યું હતું. પાટલીને નુકસાન પહોંચ્યું હોવાથી સુરક્ષાને ધ્યાને લઇ આજે મંદિરના શિખર ધ્વજની જગ્યાએ અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી હતી.

વત્સલભાઈ અશ્વિનભાઈ પુરોહિત જણાવ્યું હતું કે, દ્વારકાધીશ ની ધજા આખા દિવસમાં પાંચ વખત ચઢાવવામાં આવે છે. જેમાં સવારે 3 ધજા અને સાંજે 2 ધજા એમ આખા દિવસમાં પાંચ વાર દ્વારકાધીશ ભગવાન ની ધજા ચડાવવામાં આવે છે. જ્યારે દ્વારકાધીશ ની ધજા રેગ્યુલર બુકિંગ 2023-24 સુધીનું છે.

ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ આવ્યો તેમાં શિખર ઉપર ધજાજી છે તેમાં ઉપર જ વીજળી પડી જેમાં બીજું કંઈ નુકસાન ન થયું ધ્વજાજી સ્તંભ માંથી વીજળી ઉતરી ગઈ.જ્યારે ધ્વજ દંડ બદલાયેલું નવુ જ છે. વીજળી પડવાના કારણે ધ્વજા સ્તંભની પાટલીને સામાન્ય નુકસાન થતા જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી ધ્વજાજી અડધી કાઠીએ જ ફરકાવવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...