નરેશ પટેલ પર નોટોનો વરસાદ:સિદસર ખાતે ખોડલધામ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું, નરેશ પટેલ પર ભાજપના નેતા અને પૂર્વ મંત્રીએ નોટોનો વરસાદ કર્યો

જામનગર4 મહિનો પહેલા
  • ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે આગેવાનોએ પાટીદાર સમાજના વિકાસ માટે ચર્ચા કરી
  • ઉમિયા ધામ અને ખોડલધામ સંગઠન એક થાય અને સાથે મળીને કામ કરે તેવા વિચાર સાથે અમે આવ્યા છીએઃ નરેશ પટેલ

કડવા પાટીદારના આસ્થાના કેન્દ્ર સિદસર ઉમિયા ધામ ખાતે રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિરના રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. જે બાદ સાંજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આવી પહોચ્યા હતા. સિદસર ખાતે ખોડલધામ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

સિદસર ઉમિયા ધામ ખાતે રજત જયંતિ મહોત્યવ સ્મૃતિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. નરેશ પટેલે ધ્વજાની પૂજા વિધિ કરી ધ્વજા માથે ચડાવી મંદિરની પ્રદક્ષિણા કરી હતી. આ દરમિયાન નરેશ પટેલ ઉપર ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી ચિમન સાપરિયાએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. ત્યારબાદ સિદસર મંદિર ખાતે આવેલા સંકુલમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે આગેવાનોએ પાટીદાર સમાજના વિકાસ માટે ચર્ચા કરી હતી.

આ તકે નરેશ પટેલે જણાવ્યું હતું કે, ઉમિયા ધામ ખાતે આજે ખોડલધામ સમિતિ દ્વારા ધ્વજા રોહણ કરાયું હતું. ત્યારે ખાસ કરીને ઉમિયા ધામ અને ખોડલધામ એક નેજા હેઠળ આવે, સંગઠન એક થાય અને સાથે મળીને કામ કરે તેવા વિચાર સાથે આજે ખોડલધામની ટીમ અહી આવી છે.

અન્ય સમાચારો પણ છે...